મુંબઈ માટે આગામી 24 કલાક ભારે, હજી પડી શકે છે ભારે વરસાદ

03 July, 2019 02:42 PM IST  | 

મુંબઈ માટે આગામી 24 કલાક ભારે, હજી પડી શકે છે ભારે વરસાદ

મુંબઈ માટે આગામી 24 કલાક ભારે

મુંબઈ ભારે વરસાદના કારણે બેહાલ થઈ રહ્યું છે. છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદ વરસવાના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈની સ્પીડ ઘટી ગઈ છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના કિસ્સા સામે આવ્યા છે. વર્ષ 2005 પછી પહેલીવાર મુંબઈમાં 24 કલાક કરતા વધારે સમય વરસાદ પડ્યો હતો. હજુ પણ કેટલાક ભાગોમાં વરસાદના કારણે પાણી ભરાવાના કારણે એલર્ટ જાહેર કરાયું હતું. વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ રન-વે પણ બંધ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં વરસાદની આગાહી વચ્ચે એરપોર્ટ પણ બંધ રાખવામાં આવ્યો છે.

ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યૂ કરવા માટે ઈન્ડિયન નેવીએ જવાબદારી ઉપાડી હતી. નીચાણવાળા ભાગોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા નેવી સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. વરસાદના કારણે મુંબઈમાં 21 લોકોના મોત થયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદના કારણે કુલ 35 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: મુંબઈ: મલાડ સબવેમાં કાર ફસાતાં બે યુવાનનું ગૂંગળાઇને મોત

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 24 કલાક માટે મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ મુંબઇ પોલીસે પણ શહેરના જનતાને સલાહ આપી છે કે ભારે વરસાદ છે. જો કોઇ ઇમરજન્સી ન હોય ત્યા સુધી ઘરની બહાર ન નીકળે. પરંતુ બહાર નીકળતા પહેલા એકવાર હમાવાનનું અપડેટ લઇ લેવા પણ અપીલ કરી.

mumbai rains gujarati mid-day