મહારાષ્ટ્રમાં BJPની ‘ફર્જિકલ સ્ટ્રાઇક’,ફ્લોર ટેસ્ટમાં અમે જીતશું: ઠાકરે

23 November, 2019 05:30 PM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં BJPની ‘ફર્જિકલ સ્ટ્રાઇક’,ફ્લોર ટેસ્ટમાં અમે જીતશું: ઠાકરે

ઉદ્ધવ ઠાકરો અને શરદ પવાર

મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાજકીય ભુકંપ આવ્યા બાદ સમગ્ર રાજકારણ ગરમાઇ ગયું છે. શિવસેના, કોંગ્રેસઅનેNCPBJP સામે મોરચો માંડ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે શનિવારે વહેલી સવારે રાજ્યના મુખ્યપ્રધાન અને અજીત પવારે ઉપ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ ત્રણેય પાર્ટીઓએ ભાજપ સામે મોર્ચો માંડ્યો છે. શરદ પવાર અને શિવસેનાએ કરેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની તમામ સ્પષ્ટતા બંને પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી. આ સાથે બંને પક્ષે કહ્યું કે ભાજપ ફ્લોર ટેસ્ટમાં વિશ્વાસમત મેળવી શકશે નહીં.



ભાજપ પાસે પુરતા ધારાસભ્યો નથી : શરદ પવાર
NCP ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું, ભાજપ પાસે પૂરતા ધારાસભ્યો નથી. અમારો વિજય નિશ્ચિત છે. અજીત પવારે ધારાસભ્યોને ગેરમાર્ગે દોર્યા છે. વહેલી સવાર સુધી તેમના આ નિર્ણય વિશે ખબર નથી. આ સમાચાર સાંભળીને હું જ આશ્ચર્યમાં છું. પક્ષના ધારાસભ્ય દળની બેઠક બોલાવાશે, તેમાં પક્ષ દ્વારા અજીત પવાર સામે પગલાં લેવાશે. તેમજ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ફ્લોર ટેસ્ટમાં ભાજપને હંફાવશે.

મહારાષ્ટ્રનો આજે કાળો દિવસ
: ઉદ્ધવ ઠાકરે
શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ શરદ પવારની વાતને સમર્થન કરતા ભાજપને આડે હાથ લીધુ હતુ. મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે. ભાજપે મહારાષ્ટ્રમાં 'ફર્જિકલ સ્ટ્રાઈક' કરી હોવાનું જણાવ્યું. વળી, રાતના અંધારામાં નિર્ણય લેવા બદલ ભાજપની ઝાટકણી કાઢી પોતે ત્રણ પક્ષોએ જે પણ નિર્ણય લીધા તે મીડિયા સમક્ષ લીધા હોવાનું કહ્યું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

કોંગ્રેસ પત્રકાર પરિષદથી દુર રહ્યું

કોંગ્રેસે આ પત્રકાર પરિષદથી દૂર રહી પક્ષની અલગથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે કહ્યું, ભાજપ હંમેશા આ પ્રકારની રાજનીતી કરતી આવી છે. ભાજપે એનસીપીમાં ફૂટ પાડી સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો છે. જે સફળ નહીં થાય. કોંગ્રેસના ધારાસભ્યો એકજૂઠ છે અને ફ્લોર ટેસ્ટમાં ભાજપને ટક્કર આપશે.

mumbai news sharad pawar uddhav thackeray