મુંબઈમાં જાન્યુઆરીથી શરૂ થશે વોટર ટેક્સી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન, જાણો વિગત

26 December, 2021 09:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મુંબઈથી નવી મુંબઈ સુધીની વોટર ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કરવાના છે.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

મુંબઈની બહુપ્રતિક્ષિત વૉટર ટેક્સી સેવા જાન્યુઆરી 2022થી શરૂ થવાની તૈયારીમાં છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મુંબઈથી નવી મુંબઈ સુધીની વોટર ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કરવાના છે.

મુંબઈ અને નવી મુંબઈની બે જેટી વચ્ચે વોટર ટેક્સી સેવા શરૂ થવા જઈ રહી છે અને જે મુસાફરીના સમયમાં 75 ટકાનો ઘટાડો કરશે. આમાં JNPT ખાતેનું સ્ટોપ પણ સામેલ હશે.

બીજી સેવા મુંબઈ અને રાયગઢ જિલ્લામાં રેવાસ વચ્ચે કાર્યરત થશે. એમ અહેવાલમાં જણાવાયું છે.

ભાડું પ્રતિ યાત્રી દીઠ 45 રૂપિયા પ્રતિ મિનિટ ગણવામાં આવશે. અહેવાલો અનુસાર, વોટર ટેક્સી વર્ષમાં 330 દિવસ સવારના 8થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. આ સેવા ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવશે.

અન્ય રૂટમાં એલિફન્ટાથી ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ, રેવાસ, કરંજડે, ધરમતર, ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલથી બેલાપુર, નેરુલ, વાશી અને ઐરોલી અને DCT થી ખંડેરી ટાપુઓ અને JNPT સુધીનો ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલનો સમાવેશ છે.

કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને સિડકોએ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું હતું.

mumbai mumbai news narendra modi