વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો; કહ્યું બાળાસાહેબે આ ચલાવ્યું ન હોત

28 October, 2021 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ઘેરાયેલા NCBના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ન્યાયની વિનંતી કરી છે.

ફાઇલ ફોટો

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ઘેરાયેલા NCBના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ન્યાયની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે “શિવસેનાના રાજ્યમાં જાહેરમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે, મજાક કરવામાં આવી રહી છે. જો આજે બાળાસાહેબ ઠાકરે હોત, તો તેમણે ચોક્કસપણે તે સ્વીકાર્યું ન હોત.” ક્રાંતિએ તેના પત્રમાં આગળ લખ્યું છે કે “બાળપણથી જ મરાઠી માણસના ન્યાય માટે શિવસેના લડી રહી છે તે જોતા હું એક મરાઠી છોકરી બની છું. બાળાસાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજીએ શીખવ્યું છે કે કોઈને અન્યાય ન કરો અને પોતાના પર થતો અન્યાય સહન ન કરો. આજે હું એકલી મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે લડી રહી છું.”

તેણીએ આગળ લખ્યું કે સોશિયલ મીડિયા પર હાજર લોકો માત્ર તમાશો જોઈ રહ્યા છે અને જાહેરમાં મારું અપમાન થઈ રહ્યું છે. મને રાજકારણ સમજાતું નથી અને હું તેમાં પડવા પણ માગતી નથી. અમારી સાથે કોઈ સંબંધ વિના દરરોજ સવારે અમારું અપમાન કરવામાં આવે છે. શિવસેનાના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે.”

ક્રાંતિએ લખ્યું કે “એક મહિલા અને તેના પરિવાર પર વ્યક્તિગત હુમલો એ ખૂબ જ નિમ્ન સ્તરનું રાજકારણ છે. આજે બાળાસાહેબ નથી, પણ અમને તેમનો પડછાયો તમારામાં દેખાય છે. તમે અમારું નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારામાં પૂરો વિશ્વાસ છે કે તમે મારા અને મારા પરિવાર સાથે ક્યારેય અન્યાય થવા દેશો નહીં. તમે ન્યાય કરો.”

mumbai news uddhav thackeray