થાણે-મુલુંડમાં જોરદાર વરસાદ વચ્ચે ત્રણ જગ્યાએ દીવાલો તૂટી પડી

09 July, 2024 04:13 PM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

થાણેમાં રવિવારે રાત્રિ દરમ્યાન ૧૨૦ મિલીમીટર (MM) વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે પણ દિવસ દરમ્યાન ૧૦૦ MM કરતાં વધારે વરસાદની નોંધ થઈ હતી.

મુલુંડ અને થાણેમાં તૂટી પડેલી દીવાલ.

રવિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે થાણેના લોકમાન્યનગરમાં કમ્પાઉન્ડ વૉલ ટૂ-વ્હીલર પર પડતાં એને ઘણું નુકસાન થયું હતું. આ સિવાય થાણે તીન હાથનાકા નજીક પણ વન વિભાગની પ્રોટેક્શન દીવાલ ભારે પવનની સાથે વરસેલા વરસાદને લીધે તૂટી પડી હતી. જોકે બન્ને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. થાણેમાં રવિવારે રાત્રિ દરમ્યાન ૧૨૦ મિલીમીટર (MM) વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે પણ દિવસ દરમ્યાન ૧૦૦ MM કરતાં વધારે વરસાદની નોંધ થઈ હતી. મુલુંડમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. આ વખતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુલુંડમાં ઠેકઠેકાણે વૉટરપમ્પિંગ મશીન મૂક્યાં હોવાથી પાણી ભરાવાની એક પણ ફરિયાદ BMCને મળી નહોતી. ગઈ કાલે સવારે મુલુંડ-વેસ્ટમાં લોટસ કોઑપરેટિવ સોસાયટીમાં દીવાલ પડવાથી ત્રણ કારને ભારે નુકસાન થયું હતું.

mumbai rains thane mulund monsoon news mumbai monsoon mumbai news