વિવેક ફણસાલકરે સંભાળ્યો મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર, સંજય પાંડે થયા નિવૃત્ત

30 June, 2022 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેઓ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેનું સ્થાન લેશે, જેઓ ગુરુવારે નિવૃત્ત થયા છે.

વિવેક ફણસાલકર. તસવીર/પ્રદીપ ધીવર

મહારાષ્ટ્ર સરકારે બુધવાર, 29 જૂને વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારી વિવેક ફણસાલકરને મુંબઈ પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. IPS અધિકારી ફણસાલકરે ગુરુવારે મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેનું સ્થાન લેશે, જેઓ ગુરુવારે નિવૃત્ત થયા છે. વિવેક ફણસાલકર 1989 બેચના IPS અધિકારી છે જેમણે અગાઉ પોલીસ હાઉસિંગ એન્ડ વેલ્ફેર કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી છે. તેમણે 2018થી થાણેના કમિશનર અને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના વડા તરીકે પણ સેવા આપી હતી.

વિવેક ફણસાલકરે તેમની લાંબી કારકિર્દીમાં થાણે પોલીસ કમિશનર, એડિશનલ ડીજીપી, એન્ટી કરપ્શન બ્યુરો અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ એન્ડ એડમિનિસ્ટ્રેશન), કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પણ સેવા આપી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રોડ ટ્રાફિક ઘટાડવાની તેમની કામગીરીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ફણસાલકરને ટ્રાફિકની સારી જાણકારી હતી.

તે જ સમયે, સંજય પાંડે આ પહેલા મહારાષ્ટ્રના ડીજીપી પણ હતા અને તેમના કાર્યકાળ દરમિયાન વિપક્ષી નેતાઓ પર ઘણા કેસ નોંધાયા હતા. તે દરમિયાન આઈપીએસ રશ્મિ શુક્લા ફોન ટેપિંગનો મામલો ચર્ચામાં આવ્યો હતો. સંજય પાંડેના મુંબઈના કાર્યકાળ દરમિયાન પણ સાયબર સેલે ફોન ટેપિંગ કેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન નોંધ્યું હતું.

mumbai mumbai news mumbai police