Viral Video: પોલીસ અધિકારીએ સમજાવ્યું કે ATMથી કેવી રીતે માહિતી ચોરાય

24 November, 2020 09:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video: પોલીસ અધિકારીએ સમજાવ્યું કે ATMથી કેવી રીતે માહિતી ચોરાય

વીડિયોમાંથી લેવાયેલો ગ્રેબ

આજે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક પોલીસ અધિકારી સમજાવી રહ્યા છે કે એટીએમથી કઈ રીતે લોકોની માહિતી ચોરાય છે અને કૌભાંડીઓ કઈ રીતે તેનો દુરઉપયોગ કરે છે. વીડિયોમાં મહારાષ્ટ્ર ઈન્ફોર્મેશન સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર દયાનંદ કાંબળેએ નાગરિકોને સાવચેત રહીને સમજાવ્યુ કે કઈ રીતે પોતાના એટીએમ કાર્ડની માહિતીને સલામત રાખી શકાય.

કાંબળેએ સમજાવ્યું કે, કૌભાંડીઓ ડુપ્લિકેટ મશીન કાર્ડ ઈન્સરટર (જ્યાં આપણે કાર્ડ નાખીએ છીએ) ગોઠવે છે અને તેથી ગ્રાહકોનો એટીએમ પીન/પાસવર્ડ તેમને ખબર પડી જાય છે. ગ્રાહક તેનો એટીએમ કાર્ડ ઈન્સર્ટ કરે એટલે તેની સંપૂર્ણ ડિજીટલ માહિતી ચોરાઈ જાય છે. તેમ જ ગુનેગારો એટીએમ પીનને કેમેરાના મારફતથી પણ ચોરી શકે છે.

તમારી માહિતી સલામત રાખવા માટે કાંબળેએ કહ્યું કે, એટીએમ કાર્ડ ઈન્સરટર હલે છે કે નહીં તે જુઓ, તે બહાર નીકળી શકે છે કે નહીં તે તપાસો. તેમણે સલાહ આપી કે જ્યાં પીન નંબર રાખો ત્યારે કીપેડની ઉપર કંઈક ઢાકો કે હાથ રાખો જેથી કેમેરામાં તમારો પાસવર્ડ દેખાઈ ન આવે.

mumbai police viral videos