વીર સાવરકરે જેલમાં સંત તુકારામના અભંગ લલકાર્યા હતા : વડા પ્રધાન

15 June, 2022 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે હિન્દુત્વની વિચારધારા ધરાવનારા વીર સાવરકરે આઝાદીની ચળવળ દરમિયાન જેલવાસ દરમિયાન સંત તુકારામના અભંગ (ભગવાન વિઠ્ઠલની સ્તુતિ કરતાં ધાર્મિક ગીતો) લલકાર્યા હતા.

વડા પ્રધાન મોદી

મુંબઈ (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે હિન્દુત્વની વિચારધારા ધરાવનારા વીર સાવરકરે આઝાદીની ચળવળ દરમિયાન જેલવાસ દરમિયાન સંત તુકારામના અભંગ (ભગવાન વિઠ્ઠલની સ્તુતિ કરતાં ધાર્મિક ગીતો) લલકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વીર સાવરકરે જેલવાસ દરમિયાન તેમના હૅન્ડકફ્સનો સંત તુકારામની ચિપલી (વાદ્ય) તરીકે ઉપયોગ કરીને અભંગ લલકાર્યા હતા.
પુણે નજીક દેહુ ખાતે ૧૭મી સદીના સંત તુકારામને સમર્પિત સંત તુકારામ મહારાજ મંદિર ખાતે શિલા મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે વારકરી (પંઢરપુરના ભગવાન વિઠ્ઠલ મંદિરની યાત્રાએ આવેલા ભક્તો)ને સંબોધ્યા હતા. સાથે જ વડા પ્રધાને તેમની મુલાકાત દરમિયાન વારકરીઓ સાથે વાતચીત પણ કરી હતી.
ભક્તિ આંદોલનના અગ્રણી સંત તુકારામની પ્રશંસા કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્રનાયકના જીવનમાં સંત તુકારામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વિશેષ પ્રકારના રાજસ્થાની પથ્થરથી નિર્માણ પામેલું શિલા મંદિર સંત તુકારામે જેના પર ૧૩ દિવસ સુધી ધ્યાન ધર્યું હતું એ શિલાને સમર્પિત છે. પંઢરપુરની યાત્રા શરૂ કરતાં પહેલાં વારકારીઓ શિલા મંદિરનાં દર્શન કરે છે.

mumbai news narendra modi