23 October, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો મુદ્દો દિવસે દિવસે ખૂબ જ ઉગ્ર થતો જઈ રહ્યો છે. મરાઠી વિરુદ્ધ હિંદુ ભાષાનો મુદ્દા બાબતે અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થતા રહે છે. તાજતેરમાં જ ફરી એક વિડીયોએ (Vasai News) આ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મુંબઈ પાસેના ઐતિહાસિક વસઈ કિલ્લામાં એક યુવક શિવાજી મહારાજના વેશમાં આવી પહોંચ્યો હતો. જેનો વિડીયો વાઈરલ થયો છે.
આ વિડીયો (Vasai News) બાબતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ યુવક શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને વીડિયો શૂટ કરવા વસઈના કિલ્લામાં આવ્યો હતો. જોકે, સુરક્ષાદળોએ તેને રોકી દીધો હતો. વસઈ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓએ આ યુવકને રોક્યો હતો અને કહી દીધું હતું કે આ કિલ્લાની અંદર કોઇપણ પ્રકારના ગેટઅપમાં શૂટિંગ કરવા પર પ્રતિબંધ છે. એટલે તમે અહીં કોઇપણ પ્રકારનું શૂટિંગ નહીં કરી શકો. સુરક્ષા કર્મચારીઓના ના પાડ્યા પછી પેલા યુવકનો પિત્તો ગયો હતો અને તેણે જીભાજોડી કરવાનું પણ શરુ કરી નાખ્યું હતું. જે વિડીયો વાઈરલ થયો છે તેમાં પણ એ બન્ને વ્ચ્ચેની મગજમારી સંભળાઈ રહી છે. વાઈરલ થયેલા વીડિયોમાં શિવાજી મહારાજના ગેટઅપમાં આવેલ યુવક અને સુરક્ષા ગાર્ડ્સ સાથે જબરી બોલાચાલી જોવા મળી રહી છે. વળી, આ યુવકે સુરક્ષા કર્મચારીને મરાઠીમાં જવાબ આપવા કહ્યું હતું. અને જો તે મરાઠીમાં જવાબ નહીં આપે તો ધમકી પણ આપે છે.
વાયરલ થયેલા વીડિયો (Vasai News)માં યુવક અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની વાતચીત વિશે વાત કરીએ તો યુવકે આક્ષેપ કર્યો હતો કે કિલ્લાની અંદર પ્રી-વેડિંગ શૂટ કે પછી ડાન્સ વીડિયો વગેરે શૂટ કરવાની તો પરવાનગી છે જ. તો શા માટે મેં જયારે શિવાજી મહારાજનો વેશ ધારણ કર્યો છે તોય મને રોકી દેવામાં આવ્યો છે? આવું કહીને યુવકે શિવાજી મહારાજના વારસાનું અપમાન થતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
જ્યારે યુવકે પૂછ્યું કે કેમ મને શૂટ કરવામાં કેમ ના પાડવામાં આવે છે ત્યારે સુરક્ષા કર્મચારીએ કહ્યું કે "તમે અહીં શિવાજી મહારાજના વેશમાં વિડીયોગ્રાફી (Vasai News) નહીં કરી શકો" પણ આ ભાઈ પેલા યુવકને બધું હિન્દીમાં કહી રહ્યો હતો. એટલે પેલા યુવકે તેને મરાઠીમાં જવાબ આપવાનું કહ્યું. ત્યારે પેલા ભાઈએ મરાઠીમાં વાતચીત કરવાની ના પાડી દીધી કારણ કે તે મરાઠી જાણતો ન હતો. બસ, પછી તો બંને વચ્ચે જોરદાર બોલાચાલી થવા માંડી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો રોષ પણ ઠાલવી (Vasai News) રહ્યા છે. ઘણા યુઝર્સ આ આ ઘટનાને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે અને વહીવટીતંત્ર પાસેથી કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે.