બાળકોને રસી અને સિનિયર સિટિઝનોને બૂસ્ટર ડોઝ આપો

23 November, 2021 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિનિયર સિટિઝનોને બૂસ્ટર ડોઝ પૂરો પાડવા જણાવ્યું હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સોમવારે કહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને ૧૧થી ૧૮ વર્ષની વયજૂથનાં બાળકો તથા કિશોરોને કોરોના સામેની રસી આપવાનું શરૂ કરવાનું તથા સિનિયર સિટિઝનોને બૂસ્ટર ડોઝ પૂરો પાડવા જણાવ્યું હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સોમવારે કહ્યું હતું.
એમણે જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને આ વિશેની વિનંતી કરવામાં આવી છે.
છેલ્લા ૨૦ દિવસમાં લગભગ ૧૦૦૦ બાળકો કોરોનાનો શિકાર બન્યા છે. તેમનામાં જોવા મળેલાં લક્ષણો હળવાં છે, છતાં તેઓ પરિવારના અન્ય સભ્યોને સંક્રમિત કરી શકે છે. આથી, અમે કેન્દ્ર સરકારને ૧૧થી ૧૮ વર્ષની વયનાં બાળકો-કિશોરોનું રસીકરણ શરૂ કરવા અને પુખ્ત લોકોને બૂસ્ટર ડોઝ આપવા જણાવ્યું છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
કોરોનાના કેસ ઘટી રહ્યા છે, જેને પગલે મહામારીનો સામનો કરવા માટે રચવામાં આવેલી પીડિયાટ્રિક્સ ટાસ્ક ફોર્સે મંજૂરી આપતાં રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ એકથી પાંચના ઑફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, એમ મંત્રીએ જાણકારી આપી હતી.
મહામારીને કારણે શાળાઓ બંધ થઈ જતાં વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યમાં અવરોધ સર્જાયો હતો અને સાથે-સાથે એમના પર માનસિક વિપરિત અસર પણ પડી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19