ચૉકમાંથી બન્યા છે આ ગણપતિદાદા

22 August, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલગ-અલગ કલરના ચૉકનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા અલગ ગણપતિ જોવાનું આકર્ષણ નાનાં બાળકો સાથે મોટાઓમાં પણ જોવા મળતું હોય છે.

ચૉકમાંથી ગણપતિ બનાવ્યા વિનાયક દહિતુલે

સ્કૂલમાં બ્લૅક-બોર્ડ પર લખવા માટે વપરાતા ચૉકમાંથી લાલબાગની સુહાસિની આર્ટની વર્કશૉપમાં ગણપતિની મનમોહક મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. ​ગણપતિનું જ નામ ધરાવતા વિનાયક દહિતુલે એ મૂર્તિ બનાવી રહ્યા છે. તળ મુંબઈની પહેલી સુતાર ગલીમાં ખાવાના નાગરવેલનાં પાનની હોલસેલ માર્કેટ છે. એ માર્કેટના ચૌરસિયા મિત્ર મંડળ માટે આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે એમ જણાવતાં વિનાયક દહિતુલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ગણપતિ બનાવવાનો મને શોખ છે. આ પહેલાં મેં રુદ્રાક્ષ, મોરપિચ્છ, કાજુ-બદામ અને મણિથી ગણેશમૂર્તિઓ બનાવી છે. આ વર્ષે મેં પહેલી વાર ચૉકમાંથી ગણપતિ બનાવ્યા છે. એક બૉક્સમાં અંદાજે ૧૨૫થી ૧૫૦ ચૉક આવતા હોય છે. અંદાજે ૫૦ બૉક્સ ચૉક આ મૂર્તિ બનાવવામાં વપરાયાં છે. અલગ-અલગ કલરના ચૉકનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા અલગ ગણપતિ જોવાનું આકર્ષણ નાનાં બાળકો સાથે મોટાઓમાં પણ જોવા મળતું હોય છે.’ તસવીરો : આશિષ રાજે

mumbai news mumbai news ganesh chaturthi festivals lalbaug culture news