Maharashtra: અમિત શાહે સિંધુદુર્ગમાં SSPM મેડિકલ કૉલેજનું કર્યુ ઉદ્ઘાટન

07 February, 2021 06:24 PM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

Maharashtra: અમિત શાહે સિંધુદુર્ગમાં SSPM મેડિકલ કૉલેજનું કર્યુ ઉદ્ઘાટન

અમિત શાહ

મહારાષ્ટ્રમાં રવિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુદુર્ગમાં SSPM મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે મુગલ અને ઔરંગઝેબનું શાસન હતું, ત્યારે ક્યાંય પણ પ્રકાશના ચિન્હ દેખાતા નહોતા. તે સમયે શિવાજી મહારાજે સ્વરાજની વાત કરીને દેશની અંદર ચેતના જાગરૂક કરવાનું કામ કર્યુ હતું. આની પહેલા અમિત શાહે કહ્યું કે ઉત્તરાખંડમાં સવારે 11 વાગ્યે જોશીમઠના આસપાસ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થઈ છે. ગ્લેશિયર તૂટી જવાથી પાણીનો પ્રવાહ ઘણો મોટો છે, પહેલા ઋષિગંગા અને બાદ અલકનંદામાં જળસ્તર વધવા લાગ્યો. કેટલાક લોકોને પ્રાથમિક જાનહાની થઈ છે. એનડીઆરએફની ત્રણ ટીમો ત્યાં પહોંચી ગઈ છે, બાકી ટીમો દિલ્હીથી રવાના થવા માટે તૈયાર છે. મારી મુખ્યમંત્રી સાથે વાત થઈ છે, તેઓ રસ્તામાં જ છે. બચાવ કામગીરીમાં જોડાવા માટે એરફોર્સ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. આ દુર્ઘટના માટે જે મદદની જરૂર છે તે કેન્દ્ર સરકાર ઉત્તરાખંડ સરકારને આપશે.

નજીકના સમયમાં કૉન્ગ્રેસ નંબર વન પાર્ટી નહીં બની શકશે: નારાયણ રાણે

ભાજપ નેતા નારાયણ રાણેએ શનિવારે કૉન્ગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નજીકના ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં થવા રાષ્ટ્રીય સ્તર પર નંબર એક પાર્ટી નહીં બની શકે. તેમની આ ટિપ્પણી કૉન્ગ્રેસની મહારાષ્ટ્ર એકમના નવનિયુક્ત પ્રમુખ નાના પટોલેના આ નિવેદનના એક દિવસ બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પાર્ટીને ટોચ પર પહોંચાડવાની એમની પ્રાથમિકતા છે. સિંધુદુર્ગ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા રાણેએ કહ્યું કે પટોલેએ એ નથી જણાવ્યું કે તેમને કૉન્ગ્રેસને નંબર એક બનાવવામાં કેટલો સમય લાગશે. ભાજપમાં સામેલ થવા પહેલા કૉન્ગ્રેસના સભ્ય રહેલા રાણેએ કહ્યું કે નજીકની ભવિષ્યમાં આ શક્ય નથી. તે માત્ર ભાજપ જ છે જે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર નંબર એક પાર્ટી બનશે. તેમણે આરોપ લગાવતા ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાના સાધતા કહ્યું કે તે રાજ્યને અર્થવ્યવસ્થા અથવા માળખાગચ વિકાસની બાબતમાં રાજ્યને પાછળ લઈ ગયા.

mumbai mumbai news maharashtra sindhudurg amit shah uttarakhand