ઉલ્હાસનગરના સ્વૅબ સૅમ્પલ સ્ટિક ફ્રૉડમાં મનીષ કેશવાણીની ધરપકડ

08 May, 2021 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે ધરપકડ કરવામાં આવેલો મનીષ કેશવાણી ફક્ત ૨૦ રૂપિયામાં ૧૦૦૦ સ્ટિક્સ મેળવીને ઝૂંપડપટ્ટીમાં રહેતા મહિલાઓ અને બાળકો પાસે પૅક કરાવતો હતો

પ્રતીકાત્મક તસવીર

કોરોના ઇન્ફેક્શનની ટેસ્ટ માટે સ્વૅબ સૅમ્પલ્સ લેવા માટે વપરાતી સ્ટિક્સ ઝૂંપડપટ્ટીના બિનઆરોગ્યપ્રદ માહોલમાં બનાવાતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી એ ગોરખધંધા માટે મનીષ કેશવાણી નામના શખસની પોલીસે ધરપકડ કરી હતી. ગુરુવારે ધરપકડ કરવામાં આવેલો મનીષ કેશવાણી ફક્ત ૨૦ રૂપિયામાં ૧૦૦૦ સ્ટિક્સ મેળવીને ઝૂંપડપટ્ટીમાં રહેતા મહિલાઓ અને બાળકો પાસે પૅક કરાવતો હતો. એ કાર્યવાહીમાં આઉટ બ્રેક પ્રોટોકૉલ્સનો ભંગ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને ફરિયાદ નોંધાવ્યા પછી એપિડેમિક ડિસીઝ ઍક્ટ હેઠળ મનીષ કેશવાણીની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક દિવસોથી સ્વૅબ સૅમ્પલ સ્ટિક્સ ઝૂંપડપટ્ટીમાં બિનઆરોગ્યપ્રદ માહોલમાં બનાવાતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

coronavirus covid19 mumbai mumbai news ulhasnagar