મહાવિકાસ આઘાડીને છોડી શકે છે ઉદ્ધવ, સાવરકર પર આપેલા રાહુલના નિવેદનથી નારાજ રાઉત

18 November, 2022 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે અને તે મહાવિકાસ આઘાડીને છોડી શકે છે. આ વિશે સવારે શિવસેનાના સીનિયર નેતા સંજય રાઉતે પણ એવા જ સંકેત આપ્યા.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી (Maharashtra Former Chief Minister) અને શિવસેના પ્રમુખ (Shiv Sena) (ઠાકરે જૂથ) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મહાવિકાસ આઘાડીમાંથી બહાર થઈ શકે છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આપેલા નિવેદન સામે શિવસેનાને વાંધો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે અને તે મહાવિકાસ આઘાડીને છોડી શકે છે. આ વિશે સવારે શિવસેનાના સીનિયર નેતા સંજય રાઉતે પણ એવા જ સંકેત આપ્યા.

રાઉત બોલ્યા : સાવરકરનો મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે રાહુલ
સંજય રાઉતે માન્યું કે દેશના બીજા રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની યાત્રાને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. સંજય રાઉતે કહ્યું કે તેમની યાત્રાથી દેશમાં નફરતના માહોલને ખતમ કરવામાં મદદ મળશે. સંજય રાઉતે રાહુલ ગાંધીના નિવેદન પર અસહેમતિ વ્યક્ત કરતા કહ્યું કે વીર સાવરકર પર તે અનેક વાર બોલી ચૂક્યા છે. મારો પ્રશ્ન છે કે તે મુદ્દાને ફરી કેમ ઉખેડી રહ્યા છે. તેમણે કહ્યું કે વીર સાવરકર અમારે માટે હીરો છે અને અમને હંમેશાં પ્રેરણા આપતા રહેશે. અમારા અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ કરી ચૂક્યા છે કે અમે સાવરકરમાં આસ્થા રાખીએ છીએ.

કેમ શિવસેના અને એનસીપીએ સેવ્યું રાહુલથી અંતર
હકિકતે રાહુલ ગાંધીના નિવેદન પર જે રીતે ભાજપે હુમલો કર્યો છે અને શિવસેનાએ અસહેમતિ વ્યક્ત કરી છે, તેથી તેમના નિવેદન પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એનસીપીએ પણ આ મામલે રાહુલનું સમર્થન કર્યું નથી. એવામાં મરાઠી અસ્મિતાના મુદ્દે કૉંગ્રેસના ઘેરાવાનું જોખમ છે. મહારાષ્ટ્રમાં હિંદુત્વ સિવાય મરાઠી અસ્મિતા પણ એક મુદ્દો રહ્યો છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પહેલા જ કૉંગ્રેસ ચોથા નંબરની પાર્ટી છે અને જો પરસેપ્શનની જંગમાં તે પાછળ રહે છે તો ફરી મુશ્કેલી થશે. સાવરકરના મુદ્દે પર શિવસેના અને એનસીપી જેવા દળ પણ તેનો સાથ નહીં આપે.

બેકફુટ પર આવી કૉંગ્રેસ, જયરામ રમેશ બોલ્યા : અસેહમતિ પણ ઠીક
રાહુલ ગાંધીના નિવેદન પર શિવસેનાની મનાઈ બાદ કૉંગ્રેસ બૅકફૂટ પર દેખાઈ રહી છે. કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, "આ ઇતિહાસના તથ્ય છે અને ઐતિહાસિક પર્સનાલિટીઝ છે. અમારી રાયમાં તેમને લઈને ફેર હોઈ શકે છે. મેં આજે સવારે જ સંજય રાઉત સાથે વાત કરી છે અને અમે સહેમત છીએ કે અસહેમતિ હોઈ શકે છે."

આ પણ વાંચો : `અંડા` સેલમાં રાખવામાં આવ્યો, 15 દિવસ તડકા માટે તરસ્યો:રાઉતે જણાવી પોતાની આપવીતી

વીર સાવરકરે કરી હતી અંગ્રેજોની મદદ: રાહુલ ગાંધી
હકિકતે, રાહુલ ગાંધીએ ગુરુવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લા સ્થિત વડેગાંવ ગામમાં દાવો કર્યો કે વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી અને કારાગરમાં રહ્યા દરમિયાન તેમણે ડરને માર્યે માફીનામા પર હસ્તાક્ષર કરીને મહાત્મા ગાંધી અને અન્ય સમકાલીન નેતાઓને દગો પણ આપ્યો હતો. રાહુલ ગાંધીએ ગયા મંગળવારે વાશિમ જિલ્લામાં આયોજિત એક રેલીમાં હિંદુત્વ વિચારક સાવરકર પર નિશાન સાધ્યો હતો.

રાહુલ ગાંધીએ વિનાયક સાવરકરના `માફીનામા`ની એક કૉપી બતાવતા નિશાનો સાધ્યો હતો. તેમણે દાવો કર્યો, "સાવરકરજીએ અંગ્રેજોની મદદ કરી. તેમણે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું, "સર હું તમારો નોકર રહેવા માગું છું." જ્યારે સાવરકરજીએ માફીનામા પર હસ્તાક્ષર કર્યા તો તેનું કારણ ડર હતો. જો તે ડર્યા ન હોત તો તેમણે ક્યારેય પણ હસ્તાક્ષર ન કર્યા હતા. આથી તેમણે મહાત્મા ગાંધી અને તે સમયના નેતાઓ સાથે દગો કર્યો." તેમણે કહ્યું કે દેશમાં એક તરફ મહાત્મા ગાંધીની વિચારધારા છે અને બીજી તરફ સાવરકર સાથે જોડાયેલી વિચારધારા છે.

national news uddhav thackeray shiv sena sanjay raut rahul gandhi congress maharashtra