Maharashtra: ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના પ્રથમ સીએમ જેમનું ભાષણ શરમજનક: નારાયણ રાણે

16 May, 2022 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શક્તિ પ્રદર્શન માટે સભા યોજાઈ હતી: રાણે

ફાઇલ તસવીર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેની રેલીને લઈને નારાયણ રાણેએ કહ્યું કે “14મીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઘણી બધી જાહેરાતો આપીને સભા કરવી પડી હતી. શક્તિ પ્રદર્શન માટે સભા યોજાઈ હતી, પરંતુ દરેકને અંદાજ આવી ગયો હશે કે આ સભા માટે મુખ્યપ્રધાને કેટલો ખર્ચ કર્યો અને કેટલા લોકો આવ્યા?”

તેમણે કહ્યું કે “મહારાષ્ટ્રના પહેલા સીએમથી લઈને દેવેન્દ્ર ફડણવીસ સુધીના તમામ સીએમએ રાજ્યનું માથું ઊંચું કર્યું, પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરેનું તાજેતરનું ભાષણ શરમજનક હતું.” કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સોમવારે કહ્યું કે “મેં 14 વર્ષની ઉંમરે બાળાસાહેબ ઠાકરે સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. બાળાસાહેબ જે ડર્યા વગર બોલતા અને જે કહેતા તે બતાવતા. દુનિયાના એકમાત્ર એવા નેતા જે કોઈનાથી ડર્યા વગર પોતાના મનની વાત કહેતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમના નામનું પણ અપમાન કર્યું છે.”

રાણેએ કહ્યું કે “કોરોનાના સમયગાળા દરમિયાન કેટલો ભ્રષ્ટાચાર થયો હતો. તેનો હિસાબ ક્યાં ગયો? કેટલા મરાઠી લોકોને રોજગાર આપવામાં આવ્યો? રમેશ મોરેની હત્યા કોને કરી? તેના વિશે કોઈ બોલતું નથી પણ બાળાસાહેબ ઠાકરેની વાત આવે ત્યારે અમારે ચૂપ રહેવું પડે છે.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે “હિન્દુત્વ મનમાં હોવું જોઈએ. કોઈની ટોપીમાં નહીં. ભાજપના લોકો આવી ટોપીઓ પહેરતા નથી. હા સંઘના લોકો પહેરે છે પણ તે ટોપી સફેદ નથી.” ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા રાણેએ કહ્યું કે “તમારું હિન્દુત્વ ખોટું છે, તેથી તમે 2019માં કોંગ્રેસ NCP સાથે ગયા હતા. તમારું હિન્દુત્વ ક્યાં ગયું?” રાણેએ કહ્યું કે “તમે બાબરી મસ્જિદની વાત કરી. આપણા દેવેન્દ્ર ફડણવીસના શરીરની મજાક ઉડાવી. આવી સ્થિતિમાં હવે તમારે તમારી જાતને અરીસામાં જોવાની જરૂર છે. કોના શરીરની મજાક ઉડાવી શકાય છે તે અરીસામાં જોઈને તમે જાતે જ જાણી શકશો.” તેમણે કહ્યું કે “હું પણ ભાજપની વિચારધારાને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.”

mumbai mumbai news maharashtra narayan rane uddhav thackeray