મહારાષ્ટ્ર સીએમ અષાઢી એકદાશીની પૂજા માટે સેલ્ફડ્રાઇવ કરેલી કારમાં પંઢરપુર રવાના

19 July, 2021 06:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બપોરે 2.30 વાગ્યે મુંબઇના માતોશ્રી નિવાસસ્થાનેથી તેમના પરિવાર સાથે પંઢરપુર જવા રવાના થયા હતા

ઉદ્ધવ ઠાકરે - ફાઇલ તસવીર

અષાઢી એકાદશી 2021 નિમિત્તે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિઠ્ઠલ રુકમણીની વાર્ષિક મહાપૂજા અર્થે પંઢરપુર જવા રવાના થયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બપોરે 2.30 વાગ્યે મુંબઇના માતોશ્રી નિવાસસ્થાનેથી તેમના પરિવાર સાથે પંઢરપુર જવા રવાના થયા હતા. શહેરથી 360 કિલોમટિર દૂર સોલાપુર જિલ્લામાં આવેલા આ મંદિરે જવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જાતે ડ્રાઇવ કરીને નિકળ્યા જ્યારે તેમની સાથે તેમનાં પત્ની રશ્મી ઠાકરે બેઠાં હતાં. 

મંગળવારે સવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પરિવાર સાથે વિઠ્ઠલ રુકમણીને પુજા અર્પણ કરશે. હવામાન વિભાગે આજે મુંબઈ અને પુણેમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારની માર્ગથી મુસાફરોની સ્થિતિનો અંદાજ લગાવીને મુંબઇથી પંઢરપુર સુધીની મુસાફરીનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મંગળવારે સવારે 2 વાગ્યે મંદિરમાં સત્તાવાર `મહાપૂજા` થશે. મુખ્યમંત્રી અને તેમનાં જીવનસાથી માટે અષાઢી એકાદશીના મંદિરમાં વહેલી સવારે પ્રાર્થનામાં ભાગ લેવાની મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચાલતી પરંપરા છે. એકાદશી ભક્તોએ મંદીરમાં પગપાળા પહોંચવા માટે જે યાત્રા કરે છે જેને વારી કહેવાય છે તે પુર્ણ થવાનો દિવસ છે. રોગચાળાને કારમે સરકારે યાત્રાળુઓને માટે પગપાળા યાત્ર બંધ રાખી છે. 

`પંઢરપુર વારિ`, જ્યાં રાજ્યભરમાંથી ભક્તો શહેરમાં પગપાળા જતા હોય છે, પરંતુ આ બીજું વર્ષ છે જ્યારે આ પગપાળા યાત્ર રદ કરાઇ છે. સંત કવિ દ્યાનેશ્વર અને તુકારામ માટેની પાદુકાઓ સજાવેલી પાલખીમાં આલંદી અને દેહુથી ફુલોથી સજ્જ બસમાં પંઢરપુર રવાના કરાઇ છે. ગયા વર્ષે પણ રોગચાળાને કારણે આમ જ કરવું પડ્યું હતું. દર વર્ષે મુખ્યમંત્રી સાથે સત્તાવાર પૂજા અર્ચના કરવા માટે વારકરી દંપતીની પસંદગી કરવામાં આવે છે. અશાઢી એકાદશી અગત્યના હિંદુ તહેવારોમાંનો એક છે.

uddhav thackeray mumbai news maharashtra