શિવડીને ન્હાવા-શેવા સાથે જોડવું છે મુશ્કેલ

05 April, 2022 11:35 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

નિષ્ણાતોએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કમાં લોડ ઇશ્યુ પ્રત્યે નિર્દેશ કરતાં એમએમઆરડીએ તકલીફમાં મુકાઈ ગઈ

પ્રોજેક્ટ મુજબ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક સાઉથ મુંબઈને નવી મુંબઈથી માત્ર ૨૦ મિનિટમાં જોડશે, જ્યારે હાલમાં આ અંતર ૧૨૦ મિનિટનું છે. (ફાઇલ તસવીર)

નિષ્ણાત સલાહકારોએ શિવડી અને ન્હાવા-શેવાને જોડતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (એમટીએચએલ) પર મેટ્રો બાંધવાનું કાર્ય બ્રિજ પરના લોડ ઇશ્યુને કારણે મુશ્કેલ રહેશે એમ જણાવતાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. મેટ્રોપૉલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સલાહકારો દ્વારા આ બાબત જણાવાયા બાદ તેઓ એમટીએચએલ પર મેટ્રો કેવી રીતે બાંધી શકાય એના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે.

એમએમઆરડીએએ પ્રભાદેવીથી શિવડી અને ત્યાર બાદ આગળ મુખ્ય ભૂમિ સુધી પનવેલ-પેણ સેક્શન પર યોગ્ય સ્થળ સુધી મેટ્રો કૉરિડોર લઈ જવાની યોજના તૈયાર કરી હતી. આ યોજનામાં હાલની પ્રસ્તાવિત રેલ સિસ્ટમ અને ઇન્ટરચેન્જ સ્ટેશન અને અન્ય સુવિધાઓ પણ આવરી લેવાઈ હતી.

શિવડી-ન્હાવા-શેવા હાર્બર લિન્ક તરીકે ઓળખાતી એમટીએચએલ બાવીસ કિલોમીટર લાંબો પ્રોજેક્ટ છે, જેમાંથી શિવડી અને ન્હાવા-શેવાને જોડતો ૧૫.૫ કિલોમીટર માર્ગ સમુદ્ર પર છે. આ બ્રિજ સમુદ્ર પર ૧૬.૫ કિલોમીટર લાંબો અને બન્ને બાજુ જમીન પર ૫.૫ કિલોમીટર લાંબો વાયડક્ટ ધરાવતો છ લેનનો બ્રિજ હશે. 

mumbai mumbai news mumbai metro mumbai metropolitan region development authority harbour line ranjeet jadhav