થાણેમાં પાર્ક કરાયેલાં ટૂ-વ્હીલર સળગી ગયાં કે સળગાવી દેવાયાં?

07 December, 2024 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના કાપુરબાવડી વિસ્તારમાં મેટ્રો હોટેલ પાછળ ગોએન્કા સ્કૂલ સામે પાર્ક કરવામાં આવેલાં ત્રણ ટૂ-વ્હીલર ગુરુવારે મધરાત બાદ ૨.૪૯ વાગ્યે સળગી ગયાં હોવાની માહિતી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને મળી હતી

ત્રણ ટૂ-વ્હીલર ગુરુવારે મધરાત બાદ ૨.૪૯ વાગ્યે સળગી ગયાં હોવાની માહિતી

થાણેના કાપુરબાવડી વિસ્તારમાં મેટ્રો હોટેલ પાછળ ગોએન્કા સ્કૂલ સામે પાર્ક કરવામાં આવેલાં ત્રણ ટૂ-વ્હીલર ગુરુવારે મધરાત બાદ ૨.૪૯ વાગ્યે સળગી ગયાં હોવાની માહિતી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને મળી હતી. ઘટનાસ્થળે ફાયર-બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી. જોકે એ પહેલાં હૉન્ડા ઍક્ટિવા, યામાહા MT-40 બાઇક અને TVS ઍન્ટૉર્ક સળગી ગયાં હતાં. આ આગ અકસ્માતે લાગી કે કોઈએ લગાવી એ જાણી શકાયું નહોતું. આગને કારણે બાજુમાં આવેલા સ્ટ્રીટ-લાઇટના પોલનો કેબલ પણ બળી ગયો હતો. કાપુરબાવડી પોલીસે આ ઘટનાની નોંધ લઈ‌‌ને વધુ તપાસ શરૂ કરી છે.

thane municipal corporation fire incident mumbai fire brigade mumbai news mumbai news thane