✕

આ વર્ષે શિવાજી પાર્કમાં MNS રોશનીનો નહીં કરે ઝગમગાટ, સાદાઈથી ઊજવશે દિવાળી

01 November, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર વર્ષે MNS દ્વારા ભવ્ય રીતે દીપોત્સવની ઉજવણી કરાતી હોય છે અને પુષ્કળ રોશની કરવામાં આવે છે

રાજ ઠાકરે

રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ વર્ષે દર વર્ષની જેમ શિવાજી પાર્કમાં રોશનીનો ઝગમગાટ કરીને ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવાનું માંડી વાળ્યું છે. આ વર્ષે MNS દ્વારા સાદાઈથી દિવાળીની ઉજવણી કરવામાં આવશે.

દર વર્ષે MNS દ્વારા ભવ્ય રીતે દીપોત્સવની ઉજવણી કરાતી હોય છે અને પુષ્કળ રોશની કરવામાં આવે છે. એ રોશની જોવા દૂર-દૂરથી લોકો આવતા હોય છે. રાજ્યમાં આ વર્ષે દુકાળ હોવાથી એ વિશે સંવેદના દાખવતાં આ વર્ષે MNS દ્વારા ફક્ત કંદીલ લગાડીને ઉજવણી કરવામાં આવશે. એથી દિવાળીનો ઉત્સાહ જળવાશે, પણ ભવ્યતાને ટાળવામાં આવશે એમ MNS દ્વારા જણાવવામાં આવ્યું છે. દુકાળગ્રસ્ત ભાગના ખેડૂતો અને જનતા સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેવાનો આ પ્રતીકાત્મક નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

mumbai news mumbai shivaji park maharashtra navnirman sena diwali