06 February, 2025 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જેમનાં બાળકો સ્કૂલમાં ભણે છે અને સ્કૂલ-બસની સર્વિસ લે છે તેમના માટે બૅડ ન્યુઝ છે. સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશન (SBOA)એ પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલા નવા ઍકૅડેમિક વર્ષથી સ્કૂલ-બસની ફીમાં ૧૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશનનું કહેવું છે કે ‘બસની કિંમતમાં વધારો, ખરાબ રસ્તાને લીધે વધી ગયેલી મેઇન્ટેનન્સ કૉસ્ટ, સ્ટાફના પગારમાં વધારો જેવાં કારણોને લીધે સ્કૂલની ફીમાં વધારો કરવાની અમને ફરજ પડી છે.’
આ સિવાય સરકારના આદેશને લીધે ફરજિયાત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, બાળકોની સુરક્ષા માટે બસમાં રાખવા પડતાં ઉપકરણો, પાર્કિંગ-ચાર્જિસમાં થયેલો બમણો વધારો પણ ભાવ વધારવા માટે કારણભૂત હોવાનું અસોસિએશનનું કહેવું છે. આની સાથે તેમણે એવી પણ દલીલ કરી છે કે રાજ્ય સરકારે પણ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોના મેઇન્ટેનન્સની કિંમતમાં વધારો થયો હોવાથી ટિકિટના ભાવમાં ૧૫ ટકા વધારો કર્યો છે.