મહારાષ્ટ્રમાં થિયેટર ફાયર અને સ્ટ્રક્ચરલ સેફ્ટી તપાસ બાદ કરી શકાશે શરૂ- ઠાકરે

18 October, 2021 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું, "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે રાજ્યમાં સિનેમા હૉલને યોગ્ય અગ્નિ અને ઢાંચાની સુરક્ષા તપાસ બાદ શરૂ કરવા જોઇએ."

તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં થિયેટર અને સિનેમા હૉલને યોગ્ય ફાયર અને સ્ટ્રક્ચરલ સેફ્ટિ તપાસ બાદ શરૂ કરવા જોઇએ. રાજ્યમાં 22 ઑક્ટોબરથી સિનેમા હૉલ અને થિયેટર શરૂ થઈ રહ્યા છે. "સિનેમા ઑનર્સ તેમજ એક્ઝિબિટર્સ એસોસિએશન"ના પદાધિકારીઓ સાથે ત્યાં બેઠકમાં ઠાકરેએ કહ્યું કે સિંગલ સ્ક્રીન ધરાવતા સિનેમાહૉલની નાણાંકીય સમસ્યાઓનું સમાધાન કરવા માટે નાણાંકીય વિભાગ સાથે મળીને યોગ્ય ઉપાય શોધવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું, "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે રાજ્યમાં સિનેમા હૉલને યોગ્ય અગ્નિ અને ઢાંચાની સુરક્ષા તપાસ બાદ શરૂ કરવા જોઇએ."

"પૂના એક્ઝિબિટર્સ એસોસિએશન"ના એક પ્રતિનિધિમંડળે માગ કરી છે કે રાજ્ય સરકાર વિભિન્ન લાઇસેન્સ નવીનીકરણમાં છૂટ આપવાની સાથે જ સિનેમા લાઇસેન્સનું નવીનીકરણ નિઃશુલ્ક કરવું. સાથે જ આને જીએસટી પેમેન્ટ બાદ સેવા શુલ્ક તરીકે દરેક ટિકિટે 25 રૂપિયા લેવાની છૂટ પણ આપવામાં આવે તેવી માગ કરી. એસોસિએશન તરફથી નિતિન દાતાર, નિમેશ સોમૈયા, સદાનંદ મોહોલ, અશોક મોહોલ અને પ્રકાશ ચાફલકરે મુખ્યમંત્રી સામે માગ ધરી.

આ અવસરે રાકાંપા અધ્યક્ષ શરદ પવાર, રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવાર, પરિવહન મંત્રી અનિલ પરબ, ગૃહ મંત્રી દિલીપ વલસે પાટિલ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને વરિષ્ઠ અધિકારી હાજર હતા. શરદ પવારે ટ્વીટ કર્યું, "બેઠક દરમિયાન આશ્વસ્ત કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર ફિલ્મ પ્રદર્શન વ્યવસાયને પુનર્જીવિત કરવા માટે દરેક શક્ય મદદ કરશે."

Mumbai mumbai news maharashtra uddhav thackeray