રાજ્ય સરકાર પ્રાઇવેટ નૉન-ગ્રાન્ટેડ સ્કૂલોની ફીનું નિયમન ન કરી શકે: HC

01 July, 2020 11:28 AM IST  |  Mumbai | Agencies

રાજ્ય સરકાર પ્રાઇવેટ નૉન-ગ્રાન્ટેડ સ્કૂલોની ફીનું નિયમન ન કરી શકે: HC

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકાર ખાનગી બિનસહાયતા પ્રાપ્ત શાળાઓ અથવા તો અન્ય બોર્ડ્સની શાળાઓના ફીના માળખામાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવતી નથી, એમ જણાવતાં બૉમ્બે હાઈ કોર્ટે આ વર્ષે ફી-વધારા પર પ્રતિબંધ ફરમાવતા સરકારી ઠરાવ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે.

૨૦૨૦ની ૮ મેના સરકારી ઠરાવ (જીઆર)માં રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને ૨૦૨૦-‘૨૧ના શૈક્ષણિક વર્ષમાં તેમની ફી નહીં વધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ ઉજ્જલ ભુયન અને રિયાઝ ચાગલાની ડિવિઝન બેન્ચે ૨૬ જૂને આપેલા આદેશમાં જણાવ્યું હતું કે અદાલતનો પ્રથમદર્શી અભિપ્રાય એવો હતો કે જીઆર અધિકારક્ષેત્ર વિનાનો હતો.

જોકે અદાલતે નોંધ્યું હતું કે એ આ કસોટીરૂપ સમયગાળામાં વાલીઓએ વેઠવી પડતી મુશ્કેલીઓ વિશે સજાગ હતી. આથી અમારું માનવું છે કે ખાનગી બિનસહાયતા પ્રાપ્ત શાળાઓ વિદ્યાર્થીઓ-વાલીઓને હપ્તામાં ફી ચૂકવવાનો વિકલ્પ આપવાનું વિચારે તો એ વાજબી ગણાશે અને વાલીઓને ઑનલાઇન ફી ભરવાનો વિકલ્પ પણ પૂરો પાડવો જોઈએ એમ અદાલતે જણાવ્યું છે.

mumbai mumbai news bombay high court maharashtra