વડા પ્રધાને ઇન્ટરનેટ સેવા બંધની કોઈ પણ જાહેરાત નથી કરી

29 March, 2020 08:39 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

વડા પ્રધાને ઇન્ટરનેટ સેવા બંધની કોઈ પણ જાહેરાત નથી કરી

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ ચૅનલના બ્રેકિંગનો સ્ક્રીન-શોટ છેલ્લા બે દિવસથી મોટા પ્રમાણમાં શૅર થયો હતો. જેમાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને બીજી બાજુ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હોવાની માહિતી છે. આ સ્ક્રીન-શોટની નીચે બ્રેકિંગ પ્લેટ પર એવું લખ્યું હતું કે અફવાઓને કારણે દેશમાં ઇન્ટરનેટ સેવાને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

અત્રે નોંધવું ઘટે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ઇન્ટરનેટ સેવાને બંધ કરવાની કોઈ જાહેરાત નથી કરી. દેશની એક ખાનગી ચૅનલના બુલેટિન દરમ્યાન ચલાવવામાં આવેલી આ બ્રેકિંગ પ્લેટ પર અન્ય જ કોઈ લખાણ જોડી દેવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા પર ફરી રહેલા એ સ્ક્રીન-શોટમાં ચૅનલનો લોગો પણ દેખાડવામાં આવ્યો છે.

જે સ્ક્રીન-શોટ સોશ્યલ મીડિયા પર શૅર થઈ રહ્યો હતો એમાં એવું લખવામાં આવ્યું હતું કે આજે રાતે ૧૨ વાગ્યાથી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે. એ ફોટો ફોટોશોપથી બનાવવામાં આવ્યો હતો. જોકે એ બિલકુલ ખોટો સ્ક્રીન-શોટ છે, એટલે નાગરિકોએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ઇન્ટરનેટ સેવા બંધ નથી થવાની.

narendra modi mumbai mumbai news