હજારો લોકોનો સહારો બનેલા ફ્રન્ટલાઇન હેલ્થ-વર્કરો જ બન્યા નિરાધાર

06 July, 2021 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સુધરાઈનું કહેવું છે કે આ લોકોને બીજા કોઈ જમ્બો સેન્ટરમાં સમાવી લેવામાં આવશે. બીએમસીની વાત પર ભરોસો ન હોવાને લીધે આ લોકોએ જ્યાં સુધી તેમને બીજે શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.  

જ્યાં સુધી તેમને બીજે શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.  સમીર માર્કન્ડે

ગોરેગામ (ઈસ્ટ)માં આવેલા નેસ્કો જમ્બો સેન્ટરના ફેઝ-૧ના હોલ-૨ને ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને બાળકોનો વૉર્ડ બનાવવા માટે રિનોવેટ કરવાનો સુધરાઈએ નિર્ણય કર્યો છે. એને લીધે ત્યાં છેલ્લાં એક વર્ષથી સર્વિસ આપી રહેલા ૪૦ નર્સિંગ સ્ટાફને કાઢી મૂકવામાં આવતા નિરાધાર બની ગયેલા આ ફ્રન્ટલાઇન વર્કરોએ ગઈ કાલે હાથમાં પ્લે- કાર્ડ્સ લઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ જતા રહેવાનું કહેવામાં આવ્યું છે. જોકે હવે સુધરાઈનું કહેવું છે કે આ લોકોને બીજા કોઈ જમ્બો સેન્ટરમાં સમાવી લેવામાં આવશે. બીએમસીની વાત પર ભરોસો ન હોવાને લીધે આ લોકોએ જ્યાં સુધી તેમને બીજે શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.  સમીર માર્કન્ડે

Mumbai Mumbai News coronavirus covid19 goregaon