મીરા-ભાઇંદરમાં દોડશે ઈ-‌‌રિક્ષા પ્રથમ રિક્ષાનું રજિસ્ટ્રેશન થયું

16 November, 2019 12:30 PM IST  |  Mumbai

મીરા-ભાઇંદરમાં દોડશે ઈ-‌‌રિક્ષા પ્રથમ રિક્ષાનું રજિસ્ટ્રેશન થયું

(‌મિડ-ડે પ્ર‌તિ‌નિ‌ધિ) પ્રદૂષણ પર ‌નિયંત્રણ રાખવા માટે મીરા-ભાઈંદરમાં ‘ઈ-રિક્ષા’નું આગમન થયું હોવાથી એ આકર્ષણનું કેન્દ્ર બની છે. એ સાથે મીરા-ભાઈંદરમાં આ પહેલી ઈ-રિક્ષાનું રજિસ્ટ્રેશન થયું છે. ઈ-રિક્ષાના આગમનથી હવે સાઇલેન્સરનો અવાજ, ધુમાડા અને પર્યાવરણના પ્રદૂષણથી મુક્તિ થવાની સાથે લોકોની આર્થિક બચત પણ થશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

15 વર્ષમાં મીરા-ભાઈંદરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જોકે વિકાસની સાથે પ્રાઇવેટ વાહનો અને ટૂ-વ્હીલરને કારણે પ્રદૂષણમાં પણ વધારો થયો છે. શહેરમાં પ્રદૂષણ ન કરતી અને ઈંધણની બચત કરતી ઈ-રિક્ષા ‌રિક્ષાચાલકો અને જનતાને આ‌‌ર્થિક ફાયદો કરાવનારી હોવાથી ભાઈંદર-વેસ્ટમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.  આ ઈ-‌રિક્ષાથી નવા રોજગારનું સર્જન થશે તેમ જ લોકોને સરળ, સુર‌‌‌ક્ષિત પ્રવાસની સુ‌વિધા ઓછા દરે ઉપલબ્ધ થશે. પહેલા રજિસ્ટ્રેશન બાદ અન્ય પાંચ ‌રિક્ષાની પણ પણ નોંધ થશે. આથી ટૂંક સમયમાં એ પણ રસ્તા પર દોડતી જોવા મળશે.

mumbai news