દીપિકા - ચૅટનો ગોટાળો

25 September, 2020 08:14 AM IST  |  Mumbai | Faizan Khan

દીપિકા - ચૅટનો ગોટાળો

ગોવાથી ગઈ કાલે રાત્રે મુંબઈ ઍરપોર્ટ પર આવી પહોંચેલા રણવીર અને દીપિકા. તસવીર : પ્રદીપ ધિવાર

બૉલીવુડ હસ્તીઓને ડ્રગ્સ કેસમાં સંડોવતી ચૅટ મીડિયામાં જાહેર થઈ જતાં અનેક ડ્રગ પેડલરો ચેતી ગયા છે અને હાલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. એનસીબીનું કહેવું છે કે તેમણે આ કેસમાં ઘણી જગ્યાએ રેઇડ પાડીને કે આરોપીઓએ પાસેથી ડ્રગ મેળવવાની શક્યતા ધરાવતા હતા પણ હવે એ મુશ્કેલ છે. તેમની સામેનો કેસ નબળો પડી શકે એમ છે, કારણ કે એ ચૅટને લઈને હવે તેમની સામે ડ્રગ કન્ઝમ્પ્શનનો કેસ થઈ શકશે. અમે તેમની સામે વૉટરટાઇટ કેસ બનાવવા માગતા હતા પણ હવે ડ્રગની ખરીદી-વેચાણનો કેસ તેમની સામે નહીં થઈ શકે.
એક ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે આ કેસમાં બહુ જ ઝીણવટભરી તપાસ કરી હતી અને હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટીના સંપર્ક ધરાવતા રૅકેટની અનેક કડીઓ શોધી કાઢી હતી અને તેમની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવાની પેરવીમાં હતા, પણ હવે સેલિબ્રિટીઝની વૉટ્સઍપ ચૅટ જાહેર થઈ જતાં એ ડ્રગ પેડલરો અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. એથી હવે એ સેલિબ્રિટીઓ સામે હાલ માત્ર ડ્રગ્સના સેવનનો કેસ દાખલ કરી શકાશે. અમારી એક ટીમ જે સેલિબ્રિટીઓનાં નામ બહાર આવ્યાં છે તેમની હિલચાલ પર નજર રાખી રહી છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતા એ દરેકને પૂછવામાં આવશે કે તમે ડ્રગ્સ કઈ રીતે મેળવતા હતા. એ વ્યવસ્થા તેમના મૅનેજર કરતા હતા કે એ લોકો પોતે ડ્રગ પેડલર સાથે સીધો સંપર્ક ધરાવતા હતા.’

bollywood bollywood news bollywood gossips mumbai mumbai news deepika padukone