FAU-G કન્સેપ્ટ નથી સુશાંતનો

11 September, 2020 08:35 AM IST  |  Mumbai | Mumbai correspondent

FAU-G કન્સેપ્ટ નથી સુશાંતનો

FAU-G કન્સેપ્ટ નથી સુશાંતનો

આગામી મલ્ટિપ્લેયર ‍ઍક્શન ગેમ FAU-G (ફૌ-જી)નો મૂળ આઇડિયા મરનાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો હોવાનો દાવો કરી રહેલા ટ્રોલ્સ વિરુદ્ધ ગેમના ડેવલપર્સે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ભારત સરકારે પબજી પર પ્રતિબંધ મૂક્યો એના ટૂંક સમય બાદ ડેવલપર ઍન્કર ગેમ્સના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર અભિનેતા અક્ષયકુમારે આ નવી ગેમની જાહેરાત કરી હતી.
ડેવલપર્સે સાઇબર સેલને કરેલી ફરિયાદમાં ગેમના લૉન્ચિંગ પહેલાં કંપનીને બદનામ કરતા ઑનલાઇન ટ્રોલ્સના સ્ક્રીનશૉટ્સ સુપરત કર્યા હતા. તેમણે ભારતીય દંડસંહિતા અને આઇટી ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અમે ફરિયાદ પર ધ્યાન આપી રહ્યા છીએ એમ એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.
અક્ષયકુમારે ૪ સપ્ટેમ્બરે ટ્વિટર પર ગેમની જાહેરાત કરી એ સાથે જ કેટલાક હૅન્ડલ્સે દાવો કર્યો હતો કે આ ગેમનો મૂળ આઇડિયા સુશાંતના કમ્પ્યુટરમાંથી ચોરવામાં આવ્યો હતો અને પબજી પરના સરકારના પ્રતિબંધ સાથેનો આ પૂર્વઆયોજિત પ્લાન હતો. આમ ગેમ વિરુદ્ધ ટ્વીટ્સનો મારો ચાલ્યો હતો.
ઍન્કર ગેમ્સના સહ-સ્થાપક વિશાલ ગોંડલે જણાવ્યું હતું કે આ ગેમનો કન્સેપ્ટ સુશાંતસિંહ રાજપૂતનો હતો એ દાવો ખોટો અને પાયાવિહોણો છે.
ગેમનું પોસ્ટર ‘કોલિઝન ઑફ ઇનોસન્સ’ના ગીત ‘ટુડે વી રાઇઝ...’ પરથી ઉઠાવવામાં આવ્યું હોવાના દાવાની પ્રતિક્રિયા આપતાં ગોંડલે જણાવ્યું હતું કે અમે પોસ્ટરની ઇમેજનો ઉપયોગ કરવા માટે અધિકૃત રીતે લાઇસન્સ લીધું છે.
ફૌ-જી ગેમ ઑક્ટોબરમાં લોન્ચ થવાની અપેક્ષા છે.

mumbai mumbai news akshay kumar bollywood bollywood news bollywood gossips