ભોંઠપથી બચવા કેન્દ્ર સરકારે અન્ય પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈતા હતા : ઉદ્ધવ ઠાકરે

20 November, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ત્રણ કૃષિ કાયદાઓને સંસદના આગામી સત્રમાં રદ કરવાની જાહેરાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરે

કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો એના ગણતરીના કલાકો પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને ભવિષ્યમાં આવી શર્મિંદગીથી બચવા માટે અન્ય પક્ષોને આગોતરા વિશ્વાસમાં લેવાની સલાહ આપી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ત્રણ કૃષિ કાયદાઓને સંસદના આગામી સત્રમાં રદ કરવાની જાહેરાત કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે ‘ત્રણ કાયદાઓ રદ કરવાની જાહેરાત દેશમાં સામાન્ય માનવીની તાકાત દર્શાવે છે. કેન્દ્ર સરકારે આજના જેવી ભોંઠપથી બચવા માટે અન્ય પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ અને મંત્રણા કરવી જોઈએ.’
કાયદાઓ રદ કરવાની પ્રક્રિયા જલદી પૂરી થાય એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘દેશભરમાં આ કાયદાઓ સામે વિરોધ હતો. આંદોલનો ચાલતાં હતાં અને વિરોધ કરનારા ખેડૂતો હજી પણ દિલ્હીની સીમાઓ પર છે. લોકોને અન્ન પૂરું પાડનારા ઘણા કિસાનોએ જીવ ગુમાવ્યો હતો. મહાવિકાસ આઘાડી સરકારે પણ કૃષિ કાયદાઓ અંગે અણગમો વ્યક્ત કર્યો હતો.’

Mumbai mumbai news uddhav thackeray