થાણેમાં બ્લૅક ફંગસનાં ઇન્જેક્શન બ્લૅકમાં વેચનારા બે જણ પકડાયા

19 June, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક આરોપી મહાનગરપાલિકામાં માર્શલ છે તો બીજો એક મેડિકલ કંપનીમાં કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

બ્લૅક ફંગસની બીમારીમાં ઉપયોગી એમ્ફારેટેરિસિન-બી નામનું ૭૮૧૬ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન ૧૦,૫૦૦ રૂપિયામાં વેચીને બ્લૅક-માર્કેટિંગ કરવાના આરોપસર થાણેના કાપૂરબાવડી પોલીસે બે આરોપીની ગઈ કાલે ધરપકડ કરી હતી. એક આરોપી મહાનગરપાલિકામાં માર્શલ છે તો બીજો એક મેડિકલ કંપનીમાં કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

થાણે પોલીસને સ્થાનિક સામાજિક કાર્યકર ડૉ. બીનુ વર્ગીસ દ્વારા માહિતી મળી હતી કે કેટલાક લોકો બ્લૅક ફંગસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનું બ્લૅક-માર્કેટિંગ કરી રહ્યા છે. માહિતીના આધારે થાણે પોલીસના ઍડિશનલ પોલીસ કમિશનર અનિલ કુંભારેના માર્ગદર્શનમાં ઇન્સ્પેક્ટર પ્રિયતમા મુઠે અને તેમની ટીમે છટકું ગોઠવીને કાપૂરબાવડી વિસ્તારમાં આવેલા મૅક્ડોનલ્ડ્સમાંથી બે આરોપીને તાબામાં લીધા હતા. તેમની પાસેથી ૧૪ ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. એક આરોપી મહાનગરપાલિકામાં માર્શલ છે તો બીજો મેડિકલ કંપનીમાં કામ કરતો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. આ મામલાની આગળની તપાસ કાપૂરબાવડી પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ રહી છે.

mumbai mumbai news thane thane crime