રિક્ષા-ડ્રાઇવરને શોધવા શિવસેના-UBT અને MNSના કાર્યકરો ઊતર્યા મેદાનમાં

15 July, 2025 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં મહિલા સાથે ગેરવર્તન કરનારા આ માણસ સામે પોલીસે પણ ઍક્શન શરૂ કરી

રિક્ષા-ડ્રાઇવર

મરાઠીના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં આક્રોશ ચાલી રહ્યો છે ત્યારે થાણેમાં શનિવારે એક રિક્ષા-ડ્રાઇવરે મહિલા સાથે ગેરવર્તન કરીને તેને ગાળો ભાંડી હોવાનું જાણ્યા બાદ રિક્ષા-ડ્રાઇવર સામે આક્રોશભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. એ રિક્ષા-ડ્રાઇવરને શોધવા ગઈ કાલે સવારથી જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના કાર્યકરો કામે લાગી ગયા છે તેમ જ થાણે પોલીસ પણ રિક્ષા-ડ્રાઇવરને શોધી રહી છે.

MNSના થાણે જિલ્લાપ્રમુખ રાજેન્દ્ર મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક મહિલા સાથે રિક્ષા-ડ્રાઇવરે કરેલા ગેરવર્તન બદલ લોકોમાં ભારે આક્રોશ છે ત્યારે હવે રિક્ષા-ડ્રાઇવરને શોધવા માટે સવારથી જ અમારા પદાધિકારીઓ કામે લાગી ગયા છે. અમારી મહિલા પદાધિકારીઓ પણ પોતાની રીતે આ રિક્ષા-ડ્રાઇવરને શોધી રહી છે. રિક્ષા-ડ્રાઇવર અમારા હાથમાં આવશે એ પછી તેને MNS-સ્ટાઇલથી મહિલા સાથે કઈ રીતે વર્તન કરવું એ શીખવાડવામાં આવશે.’

થાણેનનાં અસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) પ્રિયા ઢાકણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રિક્ષા-ડ્રાઇવર વિશે ઑફિશ્યલ કોઈ ફરિયાદ અમને મળી નથી, પણ અમે ટ્રાફિક વિભાગની મદદથી આ મહિલાનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને સાથે જે રિક્ષા-ડ્રાઇવર વિડિયોમાં દેખાય છે એની પણ શોધખોળ કરી રહ્યા છીએ.’

thane thane crime crime news maharashtra navnirman sena shiv sena news mumbai police mumbai news mumbai viral videos social media