થાણેમાં બસમાં મહિલા પ્રવાસીઓના દાગીના ચોરતી ગૅન્ગ પકડાઈ

29 August, 2026 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ૩ ચોરોને પકડ્યા, ૨૦.૫૩ લાખ રૂપિયાના દાગીના ચોરવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

થાણે પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ૩ ચોરોને પકડી પાડ્યા છે જેમણે ખાસ કરીને મહિલા પ્રવાસીઓને નિશાન બનાવીને તેમની પાસેથી ૨૦.૫૩ લાખ રૂપિયાના સોનાના દાગીના ચોર્યા હતા. છેલ્લા થોડા મહિનામાં પોલીસને બસમાંથી સોનાના દાગીના ચોરી થયા હોવાની અનેક ફરિયાદો મળી હતી. એને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિગતવાર માહિતી મેળવીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની મદદથી ૬ કેસ ઉકેલ્યા હતા. છેલ્લા થોડા મહિનામાં જ આ બધી ચોરી થઈ હતી અને કુલ ૨૦.૫૩ લાખ રૂપિયાનો સામાન ચોરાયો હોવાનું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

૬૧ વર્ષની એક મહિલાએ તેની સોનાની બંગડીઓ બસમાંથી કોઈએ સેરવી લીધી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આખી તપાસ શરૂ થઈ હતી. થાણેની લુઇસવાડીમાં બસમાં ચડતી વખતે આ ઘટના બની હોવાનું મહિલાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું.

પોલીસે તપાસ શરૂ કરીને ૩ ઑગસ્ટે અને ત્યાર પછી ૨૧ ઑગસ્ટે આરોપીઓને પકડ્યા હતા. આ મામલે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ૩ આરોપીઓને પકડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમની વિરુદ્ધ પહેલેથી જ નૌપાડા, થાણેનગર અને રાબોડી પોલીસ-સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાની માહિતી પોલીસે આપી હતી.

thane thane crime brihanmumbai electricity supply and transport mumbai mumbai news Crime News mumbai crime news mumbai police