06 December, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લાના હાઇવે પર થોડા સમય અગાઉ એક પુરુષનો આંશિક રીતે બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને આ કેસની તપાસ દરમ્યાન આઘાતજનક માહિતી મળી હતી જેના આધારે મરનાર વ્યક્તિની પત્ની અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી મહિલાને તેના પતિએ છૂટાછેડા આપવાની ના પાડતાં મહિલાએ તેના ભાઈ સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના વતની ટીપન્નાનો આંશિક રીતે બળી ગયેલો અને સડી ગયેલો મૃતદેહ ૨૫ નવેમ્બરે મુંબઈ-નાશિક હાઇવે પર શહાપુર નજીક મળી આવ્યો હતો. ટીપન્ના અને હસીના કેટલાક ઘરેલુ વિવાદોને કારણે અલગ રહેતાં હતાં ત્યારે હસીનાએ છૂટાછેડાની માગણી કરી હતી, પણ તેના પતિએ ના પાડતાં તેની હત્યા કરીને હાઇવે નજીક ફેંકીને બાળી નાખવામાં આવી હતી.