Thane: રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં કોર્ટની સુનાવણી 13 નવેમ્બર સુધી સ્થગિત

18 October, 2021 07:52 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

RSSના કાર્યકર્તા રાજેશ કુંટે દ્વારા દાખલ કરાયેલ માનહાનિનો કેસ 2014માં ભિવંડીમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ સાથે સંબંધિત છે.

રાહુલ ગાંધી. ફાઇલ ફોટો

થાણે જિલ્લાના ભિવંડીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાર્યકર્તા દ્વારા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનિના દાવાની સુનાવણી 13 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.

RSSના કાર્યકર્તા રાજેશ કુંટે દ્વારા દાખલ કરાયેલ માનહાનિનો કેસ 2014માં ભિવંડીમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીના વકીલ, એડવોકેટ નારાયણ અય્યરે જણાવ્યું કે, 2014ના કેસમાં સુનાવણી 16 ઓક્ટોબરે ભિવંડી શહેરમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

બોમ્બે હાઇકોર્ટે 16 ઑક્ટોબરને રજા તરીકે જાહેર કરી હતી, તે દિવસે સુનાવણી માટે સૂચિબદ્ધ તમામ કેસો 13 નવેમ્બરે ખસેડવામાં આવ્યા હતા. રેલીમાં બોલતા કૉંગ્રેસના સાંસદે આરોપ લગાવ્યો હતો કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ છે.

કુંટેએ મહાત્મા ગાંધી અને RSSના સંદર્ભમાં કૉંગ્રેસ નેતાની ટિપ્પણીને ઉશ્કેરણીજનક અને વાંધાજનક ગણાવી હતી અને ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. રાહુલ ગાંધી અનેક વખત કોર્ટ સમક્ષ હાજર થયા છે અને એક સુનાવણી દરમિયાન આ કેસમાં દોષી ન હોવાની કબૂલાત કરી હતી.

thane rahul gandhi rashtriya swayamsevak sangh congress