06 August, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેની પ્રખ્યાત સ્કૂલમાં ભણતી ચાર વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયું હોવાનો આરોપ બાળકીના પેરન્ટ્સે લગાવ્યો હતો. તેમની ફરિયાદને પગલે પોલીસ સ્કૂલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને સ્ટાફનાં નિવેદનો લેવાનું કામ કરી રહી છે.
પેરન્ટ્સે પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે ૩૦ જુલાઈએ સવારે ૧૧.૧૫ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી બ્લુ કલરનું શર્ટ પહેરેલી એક વ્યક્તિએ તેમની દીકરીની જાતીય સતામણી કરી હતી. પોલીસે આ ફરિયાદ ગંભીરતાથી લીધી હતી અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવવા મુજબ CCTV કૅમેરાનાં ફુટેજમાં કશું જ શંકાસ્પદ જણાયું નથી એમ છતાં પોલીસે તપાસ લંબાવી છે અને સ્કૂલ-પ્રશાસને તપાસમાં સહકાર આપ્યો છે.