સુપ્રીમનો મહત્વનો ચુકાદો : કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરે

26 November, 2019 10:50 AM IST  |  New Delhi

સુપ્રીમનો મહત્વનો ચુકાદો : કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે સવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે આવતીકાલે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. તો સુપ્રીમ કોર્ટે આ સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવાનો પણ હુકમ કર્યો છે. જેની પર સમગ્ર દેશની નજર રહેશે. આ પહેલા પ્રોટમ સ્પીકરની વરણી થાય અને ત્યારબાદ શપથ લેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી અને દસ્તાવેજો તપાસ્યા હતા. કોર્ટે ફેંસલો અનામત રાખ્યો હતો.


ભાજપે અચાનક સરકાર બનાવતા ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા
મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનું કોકડુ હજુ પણ ઉકેલ્યુ નથી. આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતી. આજે સવારે 10:30વાગે સુનાવણી હાથ ધરી હતી અને મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. તમને જણાવી દઇએ કે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારના શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલના નિર્ણય અને ફડણવીસ, અજીત પવારની શપથવિધિ વિરૂદ્ધ શિવસેના, NCP અને કોંગ્રેસે અરજી કરી હતી.


કોર્ટે સોમવારે દોઢ કલાક દલીલ સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. વિપક્ષે 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, ફ્લોર ટેસ્ટ સારી વસ્તુ છે પરંતુ તે જરૂરી નથી કે 24 કલાકમાં જ થાય. આ વિશે એનસીપી કોંગ્રેસના વકીલે કહ્યું કે, જ્યારે બંને પક્ષ ફ્લોર ટેસ્ટ ઈચ્છે છે તો તેમાં વાર કેમ કરવી જોઈએ? કોર્ટના આદેશથી વિપક્ષે 154 ધારાસભ્યોની એફિડેવિટ પરત લેવી પડી હતી.

maharashtra supreme court bharatiya janata party shiv sena