મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતની કાર પર પથ્થરમારો

23 April, 2024 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય કદમ ગઈ કાલે રાયગડથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે તેમની કારને એક ટ્રેલરે પાછળથી ટક્કર મારી

સંજય કદમની કાર

મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના રાળેગાવ તાલુકામાં રવિવારે મોડી સાંજે મહાયુતિના લોકસભાના ઉમેદવાર રાજશ્રી પાટીલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સામેલ થવા માટે ઉદ્યોગપ્રધાન ઉદય સામંત પહોંચ્યા હતા. તેઓ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મંચ પર હતા ત્યારે તેમની પાર્કિંગમાં ઊભેલી કાર પર કોઈક અજાણી વ્યક્તિએ પથ્થર મારીને કાચ ફોડી નાખ્યા હતા. આ ઘટના બાદ ઉદય સામંત દેવેન્દ્ર ફડણવીસની કારમાં રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. 

ઠાકરે જૂથના નેતાની કારનો ખુડદો

આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય કદમ ગઈ કાલે રાયગડથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે તેમની કારને એક ટ્રેલરે પાછળથી ટક્કર મારતાં કારનો ખુડદો બોલી ગયો હતો. જોકે સદ્નસીબે તેમને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ.

mumbai news mumbai uddhav thackeray devendra fadnavis Lok Sabha Election 2024