રાજ્ય સરકારે પરપ્રાંતીયોની ટ્રેન-મુસાફરી માટે ૬૭ કરોડ ખર્ચ્યા

22 May, 2020 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે પરપ્રાંતીયોની ટ્રેન-મુસાફરી માટે ૬૭ કરોડ ખર્ચ્યા

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ફસાયેલા સ્થળાંતરી મજૂરોને તેમના વતનનાં સ્થળોએ પહોંચાડવા માટે મુખ્ય પ્રધાન રાહત ફન્ડમાંથી અત્યાર સુધીમાં ૬૭.૧૯ કરોડ રૂપિયા પૂરા પાડ્યા હતા, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

આ હેતુ માટે પ્રારંભમાં ૫૪.૭૫ કરોડ પૂરા પાડનારી સરકારે હવે સીએમ રિલીફ ફન્ડમાંથી વધુ ૧૨.૪૪ કરોડ રૂપિયા પૂરા પાડ્યા છે એમ મુખ્ય પ્રધાનની કચેરીના અધિકારીએ જણાવ્યું હતું.

‘રાજ્ય સરકારે સ્થળાંતરી મજૂરો માટે ટ્રેનની ટિકિટ ખરીદવા  ૫૪,૭દેશના જુદા-જુદા ભાગોમાંથી સ્થળાંતરી મજૂરોને તેમના વતનનાં રાજ્યોમાં લઈ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ટ્રેનો દોડાવાઈ રહી છે૫,૪૭,૦૭૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સ્થળાંતરી મજૂરોએ વતન પાછા ફરવા માટે નોંધણી કરાવી હોય એવા જિલ્લાઓના કલેક્ટરોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

બીજા રાઉન્ડમાં સીએમ રિલીફ ફન્ડમાંથી ૬ જિલ્લાઓ માટે ૧૨,૪૪,૦૮,૪૨૦ રૂપિયા આપવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ફસાયેલા સ્થળાંતરીઓની ટિકિટનો ખર્ચ ઉઠાવવા માટે ૬૭,૧૯,૫૫,૪૯૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

દેશના જુદા-જુદા ભાગોમાંથી સ્થળાંતરી મજૂરોને તેમના વતનનાં રાજ્યોમાં લઈ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ટ્રેનો દોડાવાઈ રહી છે.

કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનને કારણે રાજ્યમાં અટકેલા પરપ્રાંતીય કામદારોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવા માટે પહેલી મેથી રાજ્ય સરકાર શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૫ વિશેષ ટ્રેનોમાં પરપ્રાંતીય કામદારોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા હતા અને સાંજે રાજ્યનાં વિવિધ સ્ટેશનો પરથી વધુ ૬૦ વિશેષ ટ્રેનો રવાના થશે એમ એનસીપીના નેતા અને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું.  

કુલ ૩૨૫ વિશેષ ટ્રેનો દ્વારા લગભગ પાંચ લાખ પરપ્રાંતીય કામદારોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા હોવાનું જણાવતાં ગૃહપ્રધાન અનિલ દેશમુખે વધુમાં ઉમેર્યું હતું કે ૧૮૭ ટ્રેનો ઉત્તર પ્રદેશ રવાના કરવામાં આવી હતી જ્યારે કે ૪૪ ટ્રેનો બિહાર, ૫૩ મધ્ય પ્રદેશ, ૧૩ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં રવાના કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ માટે પણ એક ટ્રેન રવાના કરવામાં આવી છે એમ તેમણે કહ્યું હતું. દરમ્યાન મંગળવારે ઉત્તર ભારતના પોતાના વતનના રાજ્યમાં પહોંચવા માટે બાંદરા સ્ટેશન પર ઊમટી પડેલા પરપ્રાંતીય કામદારો માટે તેમણે કહ્યું હતું કે જેમને સરકાર તરફથી રેલવે-સ્ટેશન પહોંચવાનો ફોન આવે માત્ર તેઓ જ આવે, બાકીના આવીને સ્ટેશન પર ભીડ ન કરે. જોકે અનેક કામદારોએ વિશેષ ટ્રેન દ્વારા બિહારના પુરનિયા ગામે જવા માટે તેમની પસંદગી થઈ હોવાનો ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની ટિકિટનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી હોઈ તેમણે કંઈ ચૂકવવાનું રહેતું નથી.

coronavirus covid19 lockdown maharashtra indian railways