મુંબઈઃ કચ્છ વીસા ઓસવાળ સમાજની સ્પેશિયલ ચાઈલ્ડ પૂજાએ જીત્યો ગોલ્ડ મેડલ

05 April, 2019 07:47 AM IST  |  મુંબઈ | ખુશાલ નાગડા

મુંબઈઃ કચ્છ વીસા ઓસવાળ સમાજની સ્પેશિયલ ચાઈલ્ડ પૂજાએ જીત્યો ગોલ્ડ મેડલ

વડાલાની પૂજા વીરા

કચ્છી વીસા ઓસવાળ (ક.વી.ઓ.) સમાજની વડાલામાં ચિત્રકુંડ અપાર્ટમેન્ટમાં રહેતી સ્પેશ્યલ ચાઇલ્ડ પૂજા કલ્પેશ વીરા (વય ૨૨)એ અબુ ધાબી (દુબઈ)માં યોજાયેલી સ્પેશ્યલ ઑલિમ્પિકવર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯માં વડાલાની પૂજા વીરા સ્વિમિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને સમાજ દેશનું નામ રોશન કર્યું.

પૂજાનાં મમ્મી કોમલ વીરાએ જણાવ્યું હતું કે પૂજાને નાનપણથી જ લર્નિંગ ડિસેબિલિટી હતી અને તે બ્રીચ કૅન્ડીમાં આવેલી SPJ સાધના સ્કૂલમાં તાલીમ (શિક્ષણ) લઈ રહી છે. પૂજા ટેબલ ટેનિસ, પેઇન્ટિંગ, સ્વિમિંગમાં હોશિયાર છે.’

દુબઈમાં ૧૪થી ૨૧ માર્ચ સ્પેશ્યલ ઑલિમ્પિકવર્લ્ડ સમર ગેમ્સ, ૨૦૧૯ના આયોજનમાં ૧૯૦ દેશોએ ભાગ લીધો હતો. એમાં ભારતથી ૨૮૫ જણે ભાગ લીધો. એમાં જ વિવિધ ગેમોમાં ભારતે ૮૫ ગોલ્ડ, ૧૫૪ સિલ્વર અને ૧૨૯ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા. એમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું. એમાં પૂજાએ ૧૫૦૦ મીટર ઓપન સ્વિમિંગમાં (દરિયામાં) સિલ્વર મેડલ મેળવ્યો હતો અને ૮૦૦ મીટર સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પૂજાએ ટેબલ ટેનિસમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ સેરેબ્રલ પાલ્સીને હરાવી આ ગુજરાતી યુવાને જીત્યો ઓલોમ્પિકમાં મેડલ     

પૂજાએ બે વાર સ્કૉલરશિપના પ્રોગ્રામ કર્યા. એક વાર દિલ્હી અને મુંબઈ એમ બે પ્રોગ્રામ કર્યા હતા.

sports news mumbai