રાજ્યમાં કોરોના વાઇરસની સારવાર માટે સ્પેશ્યલ સુવિધા ઊભી કરાશે

29 March, 2020 08:15 AM IST  |  Mumbai Desk | PTI

રાજ્યમાં કોરોના વાઇરસની સારવાર માટે સ્પેશ્યલ સુવિધા ઊભી કરાશે

અમિત દેશમુખ

મહારાષ્ટ્રના પ્રધાન અમિત દેશમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓની સારવાર માટે ત્રણ હૉસ્પિટલો ખાતે સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ સુવિધાઓ જેજે ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સ દ્વારા ઊભી કરવામાં આવશે.

મુંબઈમાં કોરોના વાઇરસના દરદીઓની સારવાર માટે સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલ ખાતે ૬૦ બેડ સાથેના આઇસીયુ સાથે ૩૦૦ બેડની સુવિધા ઊભી કરાશે, જ્યારે જે ટી હૉસ્પિટલમાં આ હેતુ માટે ૨૫૦ બેડ અને આઇસીયુના ૫૦ બેડની સુવિધા હશે, એમ મેડિકલ એજ્યુકેશન પ્રધાને જણાવ્યું હતું. પુણેમાં આઇસીયુ માટે ૧૦૦ બેડ સહિત ૭૦૦ બેડની હૉસ્પિટલ ઊભી કરાશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સુવિધાઓ ઊભી કરવા માટે સિનિયર બ્યુરોક્રેટ વિનિતા સિંઘલની મધ્યવર્તી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

mumbai maharashtra mumbai news coronavirus covid19