ડીએનએ મૅચ થવાથી શ્રદ્ધાના હત્યા કેસમાં પોલીસને મહત્ત્વનો પુરાવો મળ્યો

27 November, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાની પોલીસ-કસ્ટડી ગઈ કાલે પૂરી થતાં તેને દિલ્હીની સાકેત કોર્ટમાં વિડિયો કૉન્ફર​ન્સિંગથી હાજર કરાયો હતો

ફાઇલ તસવીર

વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા કરવાના આરોપસર પકડાયેલા તેના બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાની પોલીસ-કસ્ટડી ગઈ કાલે પૂરી થતાં તેને દિલ્હીની સાકેત કોર્ટમાં વિડિયો કૉન્ફર​ન્સિંગથી હાજર કરાયો હતો. કોર્ટે તેને હવે ૧૩ દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપતાં તેની રવાનગી હવે તિહાર જેલમાં કરાઈ છે. બીજું, એવી વાત બહાર આવી છે કે જંગલમાંથી મળી આવેલાં હાડકાં શ્રદ્ધાનાં જ છે અને એ હાડકાં તેના પિતાના ડીએનએ સાથે મૅચ થયાં છે.

એ સિવાય આફતાબની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે તે જ્યારે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા જંગલમાં ફેંકવા જતો હતો ત્યારે પોતાનો મોબાઇલ ઘરમાં જ મૂકી દેતો હતો જેથી તેનું લોકેશન ત્યાંનું જ આવે. તેણે જંગલના ત્રણ વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફેંક્યા હોવાનું પણ કહ્યું છે.   

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police