વડાપ્રધાન તમારો, મુખ્ય પ્રધાન અમારો

15 February, 2019 09:44 AM IST  |  મુંબઈ

વડાપ્રધાન તમારો, મુખ્ય પ્રધાન અમારો

મોડી રાત્રે માતોશ્રી પહોંચ્યા હતા દેવેન્દ્ર ફડણવીસ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપતાં પહેલાં શિવસેનાએ શરત મૂકી છે કે જો આગામી લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં ગ્થ્ભ્ની આગેવાની હેઠળની એનડીએની સરકાર બને તો સહયોગી પક્ષોને પોતપોતાનાં રાજ્યોમાં મુખ્ય પ્રધાનનું પદ મïળવું જોઈએ. જોકે પક્ષના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી એકલા હાથે લડી લેવાના શિવસેનાના વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી અને ભાજપ સાથે ગઠબંધન એ માત્ર મીડિયાની અટકળો છે.

સંજય રાઉતે કહ્યું હતું કે ‘જો ૨૦૧૯માં એનડીએની સરકાર બનશે તો શિવસેના, અકાલી દળ અને અન્ય સહયોગી પક્ષોની ભૂમિકા મહત્વની હશે. એનડીએના બધા સહયોગી પક્ષો પોતપોતાના રાજ્યમાં મજબૂત સ્થિતિ ધરાવે છે અને જો ભાજપ કેન્દ્રમાં તેમની સાથે ગઠબંધન કરવા માગે છે તો એ રાજ્યનો મુખ્ય પ્રધાન સહયોગી પાર્ટીનો જ હોવો જોઈએ.’

ભાજપ સાથે ગઠબંધન માટે તેમની શરત અનિવાર્ય છે કે કેમ એ વિશે પૂછવામાં આવતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ કોઈ શરત નથી. આ અમારું વલણ છે. અમે પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે મહારાષ્ટ્રમાં હવે પછીનો મુખ્ય પ્રધાન શિવસેનાનો હશે અને આ વાતને ગઠબંધન સાથે કોઈ લેવાદેવા નથી.’

સંજય રાઉતે કહ્યું હતું કે જો ભવિષ્યમાં ગઠબંધન પર ચર્ચા થશે તો અમે ૧૯૯૫ની ફૉમ્યુર્લાને લાગુ કરવા માગીશું, જે મુજબ મહારાષ્ટ્રમાં શિવસેનાની ભૂમિકા મોટા ભાઈ જેવી હશે અને કેન્દ્રમાં અમે ગ્થ્ભ્ને સમર્થન આપીશું.

બીજી તરફ સૂત્રોએ જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીમાં શિવસેના ૨૩ અને ભાજપ ૨૫ સીટ પરથી ચૂંટણી લડશે અને વિધાનસભાની ચૂંટણીમાં ગ્થ્ભ્ ૧૪૫ સીટ પર અને શિવસેના ૧૪૩ સીટ પર ચૂંટણી લડશે.

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે રાજકારણનું બેસ્ટ કપલ : ધનંજય મુંડે

વિધાનપરિષદના વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેને રાજકારણના બેસ્ટ કપલ તરીકે સંબોધીને બન્નેની મજાક ઉડાવી હતી. ધનંજય મુંડેએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર બન્નેની હાંસી ઉડાવતાં લખ્યું હતું કે ‘તેમના સિવાય બીજાં કોઈ બેસ્ટ કપલ હોઇ શકે ખરાં? છેલ્લાં પાંચ વર્ષમાં બન્ને કેટલું લડ્યા-ઝઘડ્યા, પણ પાછા ભેગા થઈ ગયા છે. એકબીજા પર કેટલો જીવ છે બન્નેનો... નઈ કે?’

આ પણ વાંચોઃ મુંબઈઃબે સિગ્નલ વચ્ચેના મિસમૅનેજમેન્ટને કારણે પરેશાન થાય છે વાહનચાલકો

છેલ્લા કેટલાય દિવસોથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં જોવા મળ્યા હતા, પણ છેલ્લે ૫૦-૫૦ની ફૉમ્યુર્લા બન્ને પાર્ટીઓ વચ્ચે ફાઇનલ થવાની શક્યતા નિર્માણ થઈ હોવાથી મુંડેએ બન્ને નેતાઓ પર નિશાન સાધ્યું હોય એમ લાગી રહ્યું છે.

mumbai news shiv sena devendra fadnavis Election 2019 Loksabha 2019