શિવસેનાએ દબાણમાં પોતાનો મત ન બદલવો જોઈએ : ફડણવીસ

11 December, 2019 11:09 AM IST  |  Mumbai

શિવસેનાએ દબાણમાં પોતાનો મત ન બદલવો જોઈએ : ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

(પી.ટી.આઇ.) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સિટીઝનશિપ બિલ મામલે શિવસેનાને કૉન્ગ્રેસના દબાણમાં આવવા બાબતે સાવધ રહેવાનું કહ્યું હતું. લોકસભામાં શિવસેનાએ જે પ્રશ્ન પૂછ્યા હતા એની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેઓ આ બિલને રાજ્યસભામાં સપોર્ટ નહીં કરે એવા ઉદ્ધવ ઠાકરેના નિવેદનના જવાબમાં ફડણવીસે આ નિવેદન આપ્યું હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં વિરોધી પક્ષ નેતા ફડણવીસે કહ્યું હતું કે ‘શિવસેનાએ સોમવારે લોકસભામાં બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે ઉદ્વવ ઠાકરેએ રાજ્યસભા માટે જુદું વલણ અપનાવ્યું છે. શિવસેનાએ તેના કૅબ અને એનઆરસી બિલ બાબતે પોતાના જૂના વલણ પર કાયમ રહેવું જોઈએ. મહા વિકાસ આઘાડી સરકારને બચાવવા તેમણે મત બદલવો ન જોઈએ.’

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

અમને સ્પષ્ટ જવાબ નહીં મળે ત્યા સુધી CAB Bill ને સમર્થન નહીં : ઉદ્ધવ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘શિવસેનાના સવાલ બાબતે સ્પષ્ટ જવાબ ન મળે ત્યાં સુધી નાગરિકતા ખરડાને રાજ્યસભામાં સમર્થન આપવામાં નહીં આવે. એ ખરડાની વિગતવાર ચર્ચા જરૂરી છે. મોદી સરકારે નાગરિકતા ખરડાના અમલની મથામણને બદલે અર્થતંત્ર, રોજગારીની સમસ્યા, જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ, કાંદાના વધતા ભાવ જેવા મુદ્દાની ચિંતા કરવી જોઈએ. આ ખરડાને અને બીજેપીને સમર્થન આપે તે દેશભક્ત અને એનો વિરોધ કરનારા રાષ્ટ્રવિરોધી હોવાની ઊભી કરવામાં આવેલી ધારણાને આપણે બદલવી અનિવાર્ય છે.’

maharashtra devendra fadnavis bharatiya janata party