દેશમાં નવી સરકાર જાહેરાતો ન કરે, કામ કરે : શિવસેના

04 June, 2019 11:30 AM IST  |  મુંબઈ

દેશમાં નવી સરકાર જાહેરાતો ન કરે, કામ કરે : શિવસેના

ઉદ્ધવ ઠાકરે

બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકારને જીડીપી અને બેરોજગારીના મુદ્દે ફરી વાર ઘેરી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં બીજેપીને સલાહ આપતાં જણાવ્યું કે દેશમાં નવી સરકાર જાહેરાત ન કરે, કામ કરે. સરકારે દર વર્ષે બે કરોડ યુવાઓને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ રોજગારીનું લક્ષ્ય પૂરું કરવામાં સરકારને સફળતા મળી નથી જેથી તમામ મુદ્દા પર નેહરુ-ગાંધી પરિવાર પર દોષનો ટોપલો ઢોળવો અયોગ્ય છે.’

‘સામના’માં વધુમાં જણાવાયું છે કે ‘દેશમાં આર્થિક વિકાસની ગતિ મંદ પડી છે. આકાશ ફાટuું છે જેથી આકાશની સિલાઈ કેવી રીતે કરવી એવી સ્થિતિ નર્મિાણ થઈ છે. દેશમાં બેરોજગારીનું સંકટ છે. છેલ્લાં ૪૫ વર્ષમાં બેરોજગારીના આંકડામાં વધારો થયો છે. જેમનો સ્વીકાર ખુદ સરકારે કર્યો છે. એક તરફ સરકાર દાવો કરે છે કે દેશમાં અર્થવ્યવસ્થા તેજી સાથે આગળ વધી રહી છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે દેશમાં વિકાસદર સતત ઘટી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે.’

saamana shiv sena bharatiya janata party national news