હવે પાકિસ્તાનમાં ઘૂસવું પડશે : ઉદ્ધવ ઠાકરે

16 February, 2019 11:23 AM IST  |  મુંબઈ

હવે પાકિસ્તાનમાં ઘૂસવું પડશે : ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

પુલવામામાં થયેલો આતંકવાદી હુમલો આપણી ગુપ્ïતચર યંત્રણાનાં ચીંથરાંં ઉડાવવા સમાન છે એવા શબ્દોમાં કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આખો દેશ બદલો લેવાની માગણી કરી રહ્યો છે. હવે મૌખિક ધમકીઓથી ચાલશે નહીં. સર્જિકલ સ્ટ્રાઇક ફક્ત પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરમાં થઈ હતી, હવે તો પાકિસ્તાનમાં ઘૂસવું પડશે.’

ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર પણ આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું હતું કે ‘દેશમાં બદલો લેવાની ભાવના છે, ગુસ્સો છે, વિરોધ કરીએ છીએ અને પાછા કામે લાગી જઈએ છીએ. આવું ચાલશે નહીં. હવે એક વાર આખા મામલાનો અંત લાવવો પડશે. આખો દેશ સરકારની પાછળ છે. હવે ચૂંટણીનો પ્રચાર બાજુએ મૂકો અને પાકિસ્તાનને ‘જેવા સાથે તેવા’ની ભાષામાં જવાબ આપો.’

આ પણ વાંચોઃ ઉત્તર મુંબઈ વેપારી સંગઠન શહીદોને આપશે ૪૦ લાખની સહાયરૂપી શ્રદ્ધાંજલિ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી બુધવારની મુલાકાત માટે પુછાયેલા પ્રશ્નોમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ફડણવીસ સાથે થયેલી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો પર અને અન્ય પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી છે. આ તમામ વાતો પર પછી બોલીશું, પણ પાકિસ્તાનને છોડશો નહીં.’

mumbai news shiv sena terror attack