મહેરબાની કરીને શરદ પવારને ભાજપમાં ન લેતા : ઉદ્ધવ ઠાકરે

25 March, 2019 12:29 PM IST  |  કોલ્હાપુર

મહેરબાની કરીને શરદ પવારને ભાજપમાં ન લેતા : ઉદ્ધવ ઠાકરે

દેવેન્દ્ર ફડનવીસ અને ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અંબે માનાં દર્શન કર્યા બાદ શિવસેના અને ભાજપે બધા જ સાથીપક્ષો સાથે મળીને આવી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગું ફૂંક્યું હતું. નરેન્દ્ર મોદી જ દેશના વડા પ્રધાન છે એવું એલાન કરવું એવી હાકલ કરતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હવે સામે કોણ રહ્યું છે એની ખબર જ પડતી નથી. મહેરબાની કરીને દેવેન્દ્રજી હવે શરદ પવારને ગ્થ્ભ્માં લેતા નહીં.’

માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે ગઈ કાલે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. તેઓ સાતારા લોકસભા મતદારસંઘમાંથી ફ્ઘ્ભ્ના ઉમેદવાર ઉદયનરાજે ભોસલેની સામે ચૂંટણી લડવાના છે.


BJPના નેતૃત્વમાં બનેલી મહાયુતિની સંયુક્ત પ્રચારસભામાં બોલતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મુંબઈમાં અરબી સાગર અને કોલ્હાપુરમાં જનતાનો મહાસાગર દેખાઈ રહ્યો છે. આ ગિરદીએ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દીધું છે. અંબા માના આર્શીવાદથી અને છત્રપતિ શિવાજી મહારાજના પદસ્પર્શથી પુનિત થયેલું કોલ્હાપુર એક શક્તિપીઠ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં પરિવર્તન થયું છે. ૫૬ પાર્ટીના ભરોસા પર દેશ ચાલશે નહીં. એને માટે ૫૬ ઇંચની છાતીની આવશ્યકતા છે. ગ્થ્ભ્ અને શિવસેનાની યુતિ એટલે ફેવિકોલનું મજબૂત જોડ છે. એને કોઈ તોડી શકશે નહીં. કૉન્ગ્રેસ સરકારના સમયગાળામાં ફક્ત કૉન્ગ્રેસના નેતાઓની જ ગરીબી દૂર થઈ હતી. સામાન્ય માણસની હાલત તો કફોડી જ હતી. ગ્થ્ભ્ અને શિવસેનાની યુતિ હિન્દુત્વવાદી વિચારોની યુતિ છે. હિન્દુત્વવાદ જાતિ અને ધર્મથી ઘણો ઉપર છે. જેમનો પ્રેમ માતૃભૂમિ પર છે એવા બધા જ લોકોને સાથે લઈને ચાલવાનું નામ છે હિન્દુત્વ.’

બીજી તરફ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આજે બપોરે મેં અંબા માનાં દર્શન કયાર઼્ હતાં અને અત્યારે તેમનું વિરાટ સ્વરૂપ હું અહીં જોઈ રહ્યો છું. અમને સત્તા જોઈએ છે, પણ ગરીબ જનતાનું ભલું કરવા માટે. દેવ, દેશ અને ધર્મના રક્ષણ માટે યુતિની આવશ્યકતા છે. રામમંદિરનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો. ફરી સત્તા ïઆવતાં એનું પણ નિરાકરણ કરવામાં આવશે. માનવતાવાદ ધર્મ માટે અમે યુતિ કરી છે.’

આ પણ વાંચોઃ જનતાએ એવી સરકારને ચૂંટવી જોઈએ જે શહીદોના પરિવારને ટેકો આપેઃફડણવીસ 

એનસીપી અધ્યક્ષ શરદ પવારની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘પાકિસ્તાનમાં ક્રિકેટર વડા પ્રધાન બની જાય છે અને ભારતમાં વડા પ્રધાનપદનું સપનું જોનારો ક્રિકેટ મંડળનો અધ્યક્ષ બની જાય છે. હવે સામે કોણ રહ્યું એ ખબર પડતી નથી એટલે મહેરબાની કરીને દેવેન્દ્રજી તમે શરદ પવારને ગ્થ્ભ્માં લેતા નહીં. વિપક્ષો સર્જિકલ સ્ટ્રાઇકનો પુરાવો માગે છે. જે લોકોને હજી પણ ફ્ઘ્ભ્ને મત આપવાની ઇચ્છા હોય તેમણે ફક્ત એટલું યાદ કરી લેવું કે અજિત પવાર રાજ્યના બંધને કેવી રીતે ભરે છે. શરદ પવારે કહ્યું હતું કે હુમલો કરવાની સલાહ મેં આપી હતી. તો આ જ છે હુમલાનો પુરાવો. ભગવો લોકસભા અને વિધાનસભા બન્ને પર ફડકવો જોઈએ.’

shiv sena mumbai news Election 2019 uddhav thackeray