શિવસેના ઉત્તર પ્રદેશમાં ખાતું ન ખોલાવી શકી : એને કુલ મતના માત્ર ૦.૦૨ ટકા જ મત મળ્યા

11 March, 2022 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના ૪૯ ઉમેદવારમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી

ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ વખતે શિવસેનાએ પણ ઝુકાવ્યું હતું અને કુલ ૪૯ બેઠકો પરથી શિવસેનાના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. એમાં પણ સંજય રાઉતે ઉત્તર પ્રદેશ જઈને સેનાના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. તેમણે ડૂમરિયા ગંજના ઉમેદવાર શૈલેન્દ્ર ઉર્ફે રાજુ શ્રીવાસ્તવને કહ્યું હતું કે તમે ઉત્તર પ્રદેશમાં શિવસેનાના પહેલા વિધાનસભ્ય બનશો. જોકે ગઈ કાલે પરિણામો જાહેર થયાં ત્યારે ચિત્ર એકદમ પલટાઈ ગયું હતું. ઉત્તર પ્રદેશમાં શિવસેનાને કુલ મતના માત્ર ૦.૦૨ ટકા જ મત મળ્યા છે. એના ૪૯ ઉમેદવારમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી. એના કરતાં તો નોટાને વધુ ૦.૬૯ મત મળ્યા હતા.

સંજય રાઉતે કહ્યું હતું કે ‘જે પણ પક્ષ ચૂંટણી જીત્યો છે એને અમે અભિનંદન આપીએ છીએ. બીજીપી એના ચૂંટણી મૅનેજમેન્ટના કારણે જીતી છે. કૉન્ગ્રેસ પણ આ ચૂંટણીમાં ખરાબ રીતે હારી છે. અમને પણ ધાર્યાં પરિણામો નથી મળ્યાં.’

mumbai mumbai news shiv sena uttar pradesh sanjay raut