શિવસેનાના MLA પ્રતાપ સરનાઈકના ઘર અને કાર્યાલય પર EDના દરોડા

24 November, 2020 02:53 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

શિવસેનાના MLA પ્રતાપ સરનાઈકના ઘર અને કાર્યાલય પર EDના દરોડા

તસવીર સૌજન્ય: એએનઆઈ

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ને મની લૉન્ડ્રિંગની આશંકા જતા શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના (Pratap Sarnaik)ના ઠાણે સ્થિત ઘર અને કાર્યાલય પર EDના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન EDએ ધારાસભ્યના પુત્ર વિહગ સરનાઈકની અટકાયત કરી છે. પ્રતાપ સરનાઈક ઠાણેમાં ઓવલા-મજીવાડા વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય છે અને મીરા-ભાયંદર વિસ્તારમાં શિવસેનાના પ્રવક્તા પણ છે.

ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી માહિતી પ્રમાણે, EDએ સિક્યોરિટી પ્રોવાઈડર ટૉપ્સ ગ્રુપના પ્રમોટર્સ અને કેટલાક રાજનેતાઓ સહિત સબંધિત સભ્યોના ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. મુંબઈ અને ઠાણેમાં દસ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસ: NCBના અધિકારીઓ પર હુમલો કરનારા શખ્સનો ફેક કેસનો દાવો

EDને પ્રતાપ સરનાઈક પર મની લૉન્ડ્રિંગની આશંકા છે. તેથી EDની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. EDએ આજે સવારે પ્રતાપ સરનાઈકના ઠાણે સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. આ સાથે જ EDએ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગ અને પુરવેશના કાર્યાલય અને ઘરો પર પણ દરોડા પાડ્યા છે. હાલ દિલ્હીથી EDની ટીમ કાર્યવાહી કરી રહી છે. જ્યારે પ્રતાપ સરનાઈકનું કહેવું છે કે, EDની કાર્યવાહી રાજનૈતિક બદલાથી ભાવનાથી પ્રેરિત છે.

mumbai mumbai news thane mira road bhayander