04 March, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આનંદ આશ્રમ
થાણેમાં ગઈ કાલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકરો સામસામે આવી જતાં એકબીજા પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉદ્ધવસેનાના કાર્યકરો આનંદ આશ્રમ પાસે પહોંચીને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રૅલીની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એકનાથ શિંદેની શિવસેનાના કાર્યકરોએ તેમની સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આથી ઉદ્ધવસેનાના કાર્યકરોએ પણ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. ગઈ કાલે સાંજની આ ઘટનામાં થોડો સમય માહોલ ગરમાઈ ગયો હતો. જોકે અહીં ભારે પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો એટલે બન્ને પક્ષના કાર્યકરો થોડા સમયમાં શાંત થઈ ગયા હતા.