શિવસેનાની કેન્દ્ર પાસે માંગઃ મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકો

03 December, 2020 03:17 PM IST  |  Mumbai | PTI

શિવસેનાની કેન્દ્ર પાસે માંગઃ મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકો

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના શાસક પક્ષ શિવસેના (Shiv Sena)એ કેન્દ્ર સરકારને અવાજ પ્રદૂષણને કાબૂમાં રાખવા મસ્જિદો (Mosque)માં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. પાર્ટીના મુખપત્ર સામના (Saamana)ના એક લેખમાં આ માંગ કરવામાં આવી છે કે લાઉડ સ્પીકરનો મામલો પર્યાવરણના સંરક્ષણ અને ધ્વનિ પ્રદૂષણ સાથે સંબંધિત છે. આ લેખ અનુસાર કેન્દ્ર સરકારે ધ્વનિ પ્રદૂષણને કાબૂમાં રાખવા મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ માટે વટહુકમ પસાર કરવો જોઈએ.

શિવસેનાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પક્ષના મુંબઇ (દક્ષિણ) વિભાગના વડા પંડુરંગ સકપાલે મુસ્લિમ બાળકો માટે ‘આઝાન’ની સ્પર્ધા યોજવાનું સૂચન કર્યું હતું. શિવસેનાના નેતાના સૂચન પર ભાજપે પાર્ટી પર પ્રહાર કર્યા છે. જો કે, સામનામાં પ્રકાશિત લેખ અનુસાર અઝાનની ટીકા કરવી દિલ્હીની સરહદ પર નવા કેન્દ્રીય કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને પાકિસ્તાની આતંકવાદી ગણાવવા જેવું જ છે. શિવસેનાએ કહ્યું છે કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત ભૂતપૂર્વ સૈનિક છે અથવા તેમના પુત્રો જમીનના રક્ષક બનીને સરહદ પર ઉભા છે.
શિવસેનાના મુખપત્ર ‘સામના’ના લેખમાં એમ પણ ટાંકવામાં આવ્યું છે કે, એ લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકાય જેઓ ખેડૂતોને આતંકવાદી કહે છે. ટ્રોલ્સ કહે છે કે શિવસેનાએ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે, પરંતુ ઈદના અવસરે તેમની (ભાજપના નેતાઓ) સેવૈયા ખાતી તસવીરો છપાઈ છે. લેખમાં વધુમાં જણાવાયું છે કે, ‘અમે આ મુદ્દે રાજકારણ કરવા માંગતા નથી કારણ કે દેશના 22 કરોડ મુસ્લિમો ભારતીય નાગરિક છે.’લેખમાં તો એમ પણ કહેવાયું છે કે, ગૌહત્યા સામે કાયદો હોવા છતાં ભાજપ શાસિત ગોવા અને ઉત્તર-પૂર્વમાં તેનું વેચાણ, ખરીદી અને ઉપયોગ કાયદેસર રીતે ચાલુ છે. આ એડિટોરિયલ એટલે કે સંપાદકિય લેખમાં પૂછવામાં આવ્યું છે કે, જો આ મતોનું તુષ્ટિકરણ નથી તો તે શું છે? પોતાના નેતા સકપાલના નિવેદનનો બચાવ કરતાં સંપાદકિયમાં કહેવામાં આવ્યું છે કે પાદુરાંગે ફક્ત એક જ મુસ્લિમ ફાઉન્ડેશનને સલાહ આપી હતી કે ઑનલાઇન આઝાન સ્પર્ધા યોજવા સૂચન કર્યું હતું, જેથી લોકોમાં ભીડ એકઠી ન થાય અને લોકો ઘરમાં પરંપરાગત રીતે ઉત્સવમાં મનાવી શકે છે.

shiv sena mumbai news maharashtra uddhav thackeray mumbai