26 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંઈબાબા મંદિર
શિર્ડીના સાંઈબાબા મંદિરમાં ભક્તોને મળતા પ્રસાદનો ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ૨૦ રૂપિયામાં બે બુંદીના લાડુનો પ્રસાદ મળતો હતો જે હવે ૩૦ રૂપિયામાં મળશે, જ્યારે ૨૫ રૂપિયામાં મળતા ૩ લાડુનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો છે. સાંઈ સંસ્થાન તરફથી લેવાયેલા આ નિર્ણય સામે ભક્તોએ નારાજગી વ્યક્ત કરી છે. કરોડો રૂપિયાની આવક ધરાવતા સાંઈ સંસ્થાન ટ્રસ્ટ તરફથી આવો વ્યાવસાયિક અભિગમ ભક્તોને ગમ્યો નથી.